________________ સાધુને રાગથી બચાવી લેવા’-આ સાધ્વીની સાધુ પર ભાવદયા હતી, અને ખરેખર સાધ્વી અનશનમાં કાળ કરી ગઈ! આવા કલ્યાણ-નેહી કેટલાને મળે? આદ્રકુમારના જીવ સાધુને આ ખબર પડી કે “સાધ્વીએ મારી ખાતર અનશન કરી પ્રાણ ગુમાવ્યા !" પિતાને ભારે પસ્તા થયે. અહીં આદ્રકુમાર અભયકુમારે મોકલેલી જિન–પ્રતિમા જેઈ ઉહાપોહમાં ચડ્યા છે ને જાતિસ્મરણ જ્ઞાન પામ્યા છે. એમાં આ જુએ છે કે “પૂર્વ સંયમમાં પત્ની-સાધ્વી પર રાગ કરી સંયમની વિરાધના કરી, તેથી હું દેવકના જન્મ પછી અનાર્ય દેશમાં પટકાયા ! નહિતર ડું સંયમ પાળ્યા પછી તે આર્યદેશ-આર્યકુળમાં જન્મ મળે, ને જૈન ધર્મ મળે. ખેર, વિરાધનાથી અનાર્ય દેશમાં જન્મી પડ્યો પરંતુ ભાગ્યદયે જાતિસ્મરણ જ્ઞાનથી જૈન ધર્મ અને સંયમની ખબર પડી, તે મારે હવે શું કરવાનું ?" આદ્રકુમારની વૈરાગ્ય ભાવના : જૈન ધર્મને જાણ્યા પછી હવે કોઈ અનાર્ય દેશના જન્મના બહાને પુરુષાર્થહીન બની બેસી રહેવાય નહિ, હવે તે ધર્મને પુરુષાર્થ જ ફેરવવાને.' સંયમ યાદ આવ્યું એટલે સંયમને સ્વાદ યાદ આવ્યો. સંયમનું મહત્ત્વ યાદ આવ્યું. મને થયું કે જ્યારે સંયમ વિના મોક્ષ નહિ, ને જન્મ-મરણના ફેસ મિટે નહિ, તેમજ જયારે માનવભવ સિવાય બીજે