________________ 137 બસ, આવી ભ્રમણામાં હવે વેપાર-ધંધા-ખાનપાન વગેરે મોજથી કરવાને ! આવું બને એ આવા એકાંત નિશ્ચયનયના પાપ ઉપદેશકોના ઉપદેશથી બનવું સહજ છે. એકાંત નિશ્ચયવાદીને દુરાચાર એ પાપ નહિ!: એક ગામમાં એક ભાઈને પત્ની મરી ગયેલી અને એની વિધવા છોકરી ઘરકામ સંભાળતી, સાથે જ રહેતી હતી. હવે ભાઈ આ સેનગઢી મતથી વાસિત થયા, એટલે દેવદર્શન, પૂજા, તપ, ત્યાગ વગેરેમાં શિથિલ બની ગયા. સોનગઢી મતથી માન્યું કે આ શી જડની ક્રિયાને મેહ રાખવો? એવી તો અનંતીવાર જડ ક્રિયાઓ કરી,” એનાથી ક્યાં ઉદ્ધાર થયે? એમ એને મનને લાગવા માંડ્યું. પછી તે ઘરમાં પિતે અને છોકરી એકલા, તે કશી લાજ શરમ કે સંકેચ રહ્યો નહિ. એટલે ધણિધણિયાણી જેવા ખેલ શરુ થઈ ગયા ! કણ રોકનાર હતું ? પાછો આ બાપ તો હવે સમજી બેઠે છે કે આ તો શરીરની ક્રિયા છે, એનાથી આત્માને શું ?" વિચારે, આ મિથ્યા માન્યતા બંધાઈ ગઈ હોય અને યુવાન બાઈ સાથે એકાંત–વાસ હોય, પછી મેહના ચાળાના પાપથી શાને પાછા પડે? અરે! આગળ વધીને પાપમાં બાકી જ શું રાખે? પાછો માને છે શું? દરેક દ્રવ્યના ત્રિકાળી પર્યાય નિયત થઈ ગયેલાં છે. જે કાળે જે બનવાનાં તે બનવાનાં જ, એમાં મીન મેખ ફેરફાર કઈ કરી શકે નહિ. તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યને કશી અસર કરતું નથી. એટલે શરીરની કિયાથી આત્માને કશી અસર નથી. ચામડાની ક્રિયા ચામડાને અસર કરે, આત્માની ક્રિયા જે તત્વચિંતન અને સ્વાત્માનાં દ્રવ્ય