________________ આશયનું યાને ભાવનું મહત્વ બતાવવું? શું આ જૈનશાસનની જૈન શાસ્ત્રોની રીતિનીતિ છે? અહીં પુણ્યનંદનસૂરિજી મહારાજ શ્રોતાઓ કે જેમાં આદ્રકુમાર અનાર્ય દેશથી ભાગી આવીને બેઠો છે, એમની આગળ ઉપદેશમાં ધર્મ-પ્રવૃત્તિનું આ મહત્ત્વ બતાવી રહ્યા ' અર્થાત્ (જે લોકો) લજજાથી, ભયથી, સ્વકલ્પિત વિધિથી, ઈર્ષાથી, સ્નેહથી, લેભથી, હઠના વિષયથી, અભિમાનના વિષયથી, વિલાસ–કીર્તિ આદિના કારણે, દુઃખથી, કૌતુકથી, વિમયથી, વ્યવહારથી, ભાવથી, કુળાચારથી, અને વૈરાગ્યથી નિર્મળ ધર્મને ભજે છે, તેઓને અમાપ ફળ મળે છે. लज्जातो भयते। वितर्क विधितो मात्सर्यतः स्नेहतो, . लाभादेव हठाभिमान-विषयात् श्रृंगार-कीर्यादितः / दुःखात् कौतुक-विस्मय-व्यवहृतेर्भावात् कुलाचारतो, वैराग्याच्च भजन्ति धर्म ममलं तेषाममेय फलम् // લજા-ભય વગેરેથી જે “અ–મલ એટલે કે નિર્મળ શુદ્ધ ધર્મને અર્થાત જૈન ધર્મને સેવે છે તેમને અમાપ ફળ હોય છે. - આમ કહે છે ત્યાં “મલિન આશયથી ધર્મ કરે તે ભવભ્રમણ વધે” એ વાત ક્યાં રહી? લજજા ભય સ્નેહ વગેરે આશયના ધર્મનું અમાપ ફળ કહી - 10