________________ 205 ચોખા કરવા છે. ધર્મ પ્રવૃત્તિની બહુ કિંમત નથી, ભાવ. તારણહાર છે,” - તે આવા પાપી બચાવ કરવાનું મન ન. થાય એટલા માટે, અહીં આચાર્ય મહારાજ કહે છે કે “વૈરાગ્યથી પણ ધર્મ કરે એને એનું અમાપ ફળ મળે.” તાત્પર્ય, ધર્મ–પ્રવૃત્તિ ન કરે એને એવાં ફળ ન મળે. અલબત્ ધર્મપ્રવૃત્તિ કરતો રહે એની સાથે વૈરાગ્ય જોઈએ. પરંતુ એકલે વૈરાગ્ય રાખીને બેસી રહે, ને ધર્મ પ્રવૃત્તિની ઉપેક્ષા કરે તે ઊંચાં ફળ ન મળે. વૈરાગ્ય સાથે ધર્મપ્રવૃત્તિ જોઈએ. રાજપુત્ર આદ્રકુમાર અનાર્ય દેશમાંથી ભાગીને આર્ય. દેશમાં લક્ષ્મીપુર નગરમાં આવ્યા છે, તે વૈરાગ્યથી આવ્યો છે; અને એમાં સદ્ભાગ્ય અહીં પુણ્યનંદન આચાર્ય મહારાજની દેશના સાંભળવા મળે છે; એમાં આચાર્ય ભગવાન શ્રોતાઓ સારી રીતે ધર્મમાં પ્રવર્તે એટલા માટે ધર્મને મહિમા આ રીતે બતાવી રહ્યા છે કે “લજજાથી ધર્મ કરે, યા ભયથી ધર્મ કરે, અથવા માત્સર્યથી, સ્નેહથી .... યાવતુ વૈરાગ્યથી નિર્મળ ધર્મ (જૈનધર્મ) આરાધે, એને એનું અમાપ ફળ મળે છે.” - આ અંગે આપણે કેટલાક દૃષ્ટાન્ત જેવાં કે જેમાં આ લજા વગેરેમાંના કોઈ હેતુથી ધર્મ કર્યો, અને આત્મા આગળ. જતાં ઉન્નતિ પામે. આવા બીજા અનેક દષ્ટાન્ત શાસ્ત્રોમાં. મળે છે, ને વર્તમાન કાળે પણ મળે છે. એમાં જોઈએ તે એ જ ધર્મમાં પ્રવૃત્તિ કરી ત્યારે શુદ્ધ મોક્ષને આશય. નહેાતે, ભાવ શુદ્ધ જાગ્યા નહોતા, છતાં એ લજા વગેરે એક યા બીજા આશયથી ધર્મમાં પ્રવર્યા તે આગળ. મહાન લાભ પામ્યા.