________________ 209 ભયાને આ બધું શીખવી નવકાર મંત્ર શિખવાડો ભવે તે ખેલ ભજવવાને કળાબાજ, એટલે એને આ બધું શીખવેલું ગ્રહણ કરી લેતાં કેટલી વાર? એણે નવકારના પદ પણ મેં કરી લીધા. એ તૈયાર થઈ ગયા. એની ડી વાર પહેલાં રાવઠીમાં માણસ મોકલી કહેવરાવે છે, “મંત્રી સાહેબ ! ખુશ ખબર ! એક દિશામાંથી ઘડેસ્વાર આવી ગયો, અને કહે છે, મહારાજ સાહેબ મળી ગયા છે ! અને આપણા માણસ સાથે ઝટપટ આ તરફ પધારી રહ્યા છે. આ ઉદાયન મંત્રી આ સાંભળતાં રાજીના રેડ થઈ ગયા, કહે છે “હું હું ? સાધુ મહારાજ મળી ગયા? વાહ! જંગલમાં મંગળ થયું ! બસ હવે મને સાધુદર્શન મળશે! એમના. શ્રીમુખે મને ધર્મલાભ અને નવકારના અક્ષર મળશે.” સમજાય છે ? મરતા ઉદાયનમંત્રીને સાધુ મળવાને મહાઆનંદ છે. અહીં ભેચો બરાબર નવકાર શીખી ગયો એટલે એને સાધુવેશ પહેરાવ્યો અને હવે એને રાવડીમાં લઈ આવે. છે. ઉદાયનમંત્રીને એ પહેલાં “સાધુ આવી રહ્યા છે, સાધુ આવી રહ્યા છે,.. સાધુ બહુ જલ્દી જલ્દી ચાલીને આવી રહ્યા છે. એ આ આવ્યા....”એમ કહી માણસે મંત્રીની આતુરતા વધારી રહ્યા હતા, એમાં ઉદાયનમંત્રીએ હવે સાધુને અંદર પિસતા જોયા, બહુ ઘવાયેલા શરીરે પણ સફાળા. બેઠા થઈ જાય છે! અને “અહે! મને આ અવસરે સાધુદર્શન?” એમ આંખમાં ઝળઝળિયાં આવી ગયાં, સાધુને 14