________________ 208 જ ચારે બાજુ ઘોડા દોડાવી તપાસ કરાવીએ છીએ, અને કયાંય પણ મુનિ મહારાજ વિહાર કરતા દેખાય તે તરત એમને તમારી પરિસ્થિતિ કહી વિનંતિ કરીને અહીં ઝટપટ, લઈ આવીએ છીએ.” મહામંત્રી “હા ભાઈ ! કરે, આ કામ ખાસ કરે.. જીવનભર મેં સાધુ મહારાજની સેવા કરી છે એટલે મને વિશ્વાસ છે કે આવા સમયે મરતા પહેલાં મને મુનિ મહારાજનાં દર્શન જરૂર મળશે. એ મળ્યા પહેલાં નહિ મરુ.” ભવૈયાને મુનિશ અને શિક્ષણ : અમલદાર રાવડીની બહાર આવી એક નાટકિયા. ભાંડભવૈયાને મુનિવેશ ભજવવા તૈયાર કરે છે. એક બાજુ માણસને રાવઠીમાં મોકલી મંત્રીશ્વરને ખબર અપાવે છે કે ચારે બાજુ ઘોડેસ્વારે સાધુની તપાસ કરવા દેવા છે.” ને બીજી બાજુ અહીં ભવૈયાને શીખવે છે કે તમારે આ પ્રમાણે..... સાધુને વેશ પહેરવાને, ડાબા હાથની બગલમાં. –રજોહરણ પકડવાનું, ને જમણા હાથમાં મુહપત્તિ આ રીતે પકડવાની... પછી અંદર જઈ મંત્રીશ્વર આગળ “ધર્મલાભ” કહેવાને.... અને પછી કહેવાનું “મહાનુભાવ! તમે તે જીવનભર ખૂબ ધર્મ કર્યો છે. તે અંતિમ સમયે જરાય ચિંતા ન કરતા. શરીર તે દરેકને અંતે જવાનું નિશ્ચિત તે જાય છે, પરંતુ આત્માની ધર્મની મૂડી પુણ્યની મૂડી તે સાથે જ રહેવાની, સાથે જ ચાલવાની છે. પછી ચિંતા શાની? ભે, નવકાર સાંભળો વગેરે કહી નવકાર સંભળાવવાને અને છેલ્લે કહેવાનું કે.... જુઓ સર્વ છાને ખમાવી દે, અને નવકાર તથા અરિહંતમાં જ મન રાખજે.”