________________ 206 બીજા બીજા આશયથી ધર્મ કરનારના અન્ય દષ્ટાન્ત, ઉદાયન મંત્રીની અંતિમ નિર્ધામણા: વંદને ધર્મ ઉદાયન મંત્રી મહારાજા કુમારપાળના આદેશથી એક યુદ્ધ કરવા ગયેલા, વિજય પણ મેળવ્યો, કિન્તુ યુદ્ધમાં શરીરે બહુ ઘવાઈ ગયેલા તે પાછા વળતાં રસ્તામાં જ એમને લાગે છે કે “હવે જીવન નહિ કે તેથી જંગલમાં પડાવ નાખે છે, અને એક રાવઠીમાં પોતે અંતિમ સમય પસાર કરી રહ્યા છે. પણ ત્યારે પોતે બહુ અસ્વસ્થતા અનુભવે છે ! ત્યાં બીજા અમલદાર પૂછે છે- “મંત્રીશ્વર ! કેમ કાંઈ અસ્વસ્થ? તમે તે જંગબહાદુર થઈ યુદ્ધ કરીને વિજ્ય મેળવ્યું છે, તેથી તમને આ શરીરની પીડાને અફસ ન હોય. તમે તે સૈનિકને યુદ્ધમાં શરીરની કે મૃત્યુની પરવા નહિ કરવાનું પિરસ ચડાવેલું, અને તેથી ખૂનખાર યુદ્ધ કરી વિજય મેળવ્યો ! એટલે તમે પોતે શરીર–પીડાની કે મૃત્યુની અફસી શાના કરે ? તે પછી તમને શાનું દુઃખ છે?” ઉદાયનને મોતનું દુઃખ નહિ પણ મંત્રી ઉદાયન મહેતા કહે, “ભાઈ ! તમારી વાત સાચી છે, મને શરીરની જાલિમ વેદનાનું દુઃખ નથી, તેમ હવે મેત સામે આવીને ઊભું છે એનું ય દુઃખ નથી, પરંતુ મને એક જ વાતનું દુઃખ છે કે એક સામાન્ય માણસને પણ અંતકાળે સાધુની નિર્ધામણા મળે છે, ને એથી એને અંતિમ સમયે સાધુદર્શન અને સાધુના મુખેથી નવકાર અને નિઝામણાના બે બેલ સાંભળવા મળવાથી સમાધિ અને પછી સદગતિ થાય છે, ત્યારે મારા જેવાને અંતિમ સમયે આ