________________ 207 જંગલમાં કઈ સાધુમહારાજનું દર્શન નહિ? કે એમના મુખેથી નવકાર સાંભળવા મળે નહિ? મારું શું થશે? મને સદ્દગતિ શી રીતે મળશે? સાધુ વિના મને સમાધિ કેણ આપે? અને ભાઈઓ ! જુઓ, “જીવનભર ધર્મ ગમે તેટલે સા હોય, પણ જે અંતિમ સમયે સમાધિ ન હોય તે જવની દુર્ગતિ થાય છે, ને એકવાર દુર્ગતિમાં પટકાયા એટલે? ત્યાં કશે ધર્મ કરવાને મળે નહિ ! અરે! ધર્મની ઓળખે ય ત્યાં કયારે પણ નહિ; એટલે એકલું પાપમય જીવન હોય. એનું પરિણામ શું ? એ જ કે આગળ આગળ દુર્ગતિના અવતાર ચાલ્યા કરે! બસ, મને સમાધિ વિના આ પરિણામ આવે એની કલ્પનાથી મન અસ્વસ્થ થઈ ગયું છે કે હાય! મને આવા અંતિમ સમયે સાધુ–મહારાજનું દર્શન નહિ? એમના મુખેથી એક નવકાર પણ સાંભળવા ન મળે?” - ઉદાયન મહેતા રડવા જેવા થઈ જઈ નિસાસા નાખે છે, ત્યારે અમલદારની આંખમાં પાણી આવી જાય છે. એ જુએ છે કે “અહોજીવનમાં જેમણે મહાન શ્રાવક-ધર્મ આરાધ્યા છે, અને અનેકાનેક ભવ્ય સુકૃત કર્યા છે, એવા આ મહામંત્રીને અંતિમ સમયે સાધુ-દર્શન ન મળે એનું આટલું બધું દુઃખ? આમની કેટલી બધી જાગૃતિ? પણ એમનું આ દુઃખ ટાળવું જોઈએ.” મંત્રીને અમલદારનું આશ્વાસન : મુખ્ય અમલવાર હોંશિયાર છે, તરત અવસર ઓળખી લઈ કહે છે, “મંત્રીશ્વર! તમે ચિંતા ન કરે, અમે હમણાં :