________________ 149 ઉ– જરૂર કરવાને, પરંતુ તે તે માત્ર જે ધર્મકિયા ખૂબ કરતા હોય, પણ ભાવ મલિન રાખતા હોય, તેવા શ્રેતાનું મલિન ભાવ છોડી નિર્મળ ભાવ લાવવા તરફ ધ્યાન ખેંચવા જેટલે ઉપદેશ કરવાને. તે પણ એ રીતે નહિ કે ભાવશુદ્ધિ-આશયશુદ્ધિને ઉપદેશ દેતાં દેતાં આચારમાર્ગ– વ્યવહારમાર્ગ–કિયામાર્ગને વખોડવામાં ઊતરી જવાય. | ઉપદેશ : જ્યારે જૈન શાસ્ત્રકારે આચાર–પ્રધાન વ્યવહાર–પ્રધાન ઉપદેશ આપવાનું ફરમાવે છે, એટલે કે જિનાજ્ઞા આચારપ્રધાન વ્યવહાર-પ્રધાન ઉપદેશ આપવાની છે, પછી “અશુદ્ધ આશયથી મલિન ભાવથી કરેલી ધર્મકિયા ભવના ફેરા વધારનારી છે, એમ વારંવાર કહી શ્રેતાને ધર્મકિયા મહત્ત્વની જ ન લાગે, ભાવ જ મહત્ત્વના લાગે,’ એ ઉપદેશ આપએવામાં જિનાજ્ઞાનું પાલન ક્યાં રહ્યું ? જિનાજ્ઞાનું પાલને તો, ઉપદેશમાં ધર્મના આચારની પ્રધાનતા રાખવાથી થાય; પણ નહિ કે માત્ર આશયની પ્રધાનતા રાખવાથી. અલબત્ મલિન આશયથી ધર્મ કરનારાઓને પણ શુદ્ધ આશયનું મહત્વ સમજાવવા એમ કહેવાય કે “ધર્મ કરે ખૂબ કરે, એમાં જરાક આશય નિર્મળ રાખો એટલે ધર્મના ફળના ગુણાકાર થશે! ધર્મ પરફેકગામી બનશે ! પરંતુ ધ્યાન રાખજો કે આ આશયની નિર્મળતા પણ, ધર્મ કરતા રહેશે ધર્મ ખૂબ કરશે તો જ આવશે, પણ ધર્મઆચારે મૂકી દઈને માત્ર પાપાચારે અને મોહમાયાને આચારમાં તથા વિષય–વિલાસમાં લાગ્યા રહેવાથી ને ‘મારે મેક્ષ જોઈએ” એને મારા પિપટ પાઠ રટતા રહેવાથી નહિ આવે.