________________ કુમતના પુસ્તકો છપાવવા–પ્રચારવાની ક્રિયા કરવી પડી ! કેસેટો ઉતારી અને પ્રચારવાની ક્રિયા કરવી પડી ! ગામગામ -સ્વાધ્યાય-મંદિરે અને જિનમંદિર બંધાવવાની ક્રિયા કરવી પડી ! આ બધી ક્રિયામાં કયાં નિશ્ચય મેક્ષ–માર્ગ આવ્યો? નિશ્ચય મેક્ષમાર્ગ તે આત્માની વસ્તુ છે, જડની વસ્તુ નહિ. તે આ બધી ક્રિયાઓ કરવી-કરાવવી અને “નિશ્ચય વિના ધર્મ નહિ” એમ મુલ્લાં બાંગ પોકારવી એ ઢંગધરે નથી? વાત આ છે, કે અંતરમાં ધર્મરૂપે ધર્મ કરવાના ભાવ ન હોય, છતાં કુલાચાર પાળવાના આશયથી ધર્મ–પ્રવૃત્તિ કરે, એને પણ એથી અમાપ ફળ મળે છે. અરે ! કુળાચારથી ધર્મ પાળવા રૂપે ધર્મ કરે એ આશય પણ કદાચ ન હોય, ધર્મરૂપે ધર્મ કરવાની કોઈ જ ઈચ્છા ન હોય, કિન્તુ કુળાચારમાં સહજરૂપે બીજી પ્રવૃત્તિની જેમ ધર્મકિયા થઈ જતી હોય, તે ય તે અમાપ ફળ દેનારી બને છે. દા. ત. ઘરમાં બીજા બહાર ગયા છે, આજને જુવાનિયે ઘરમાં બેઠો છે, ને સાધુ વહેરવા આવ્યા. હવે જુવાનિયાના વિચારે માને કે જડવાદી બની જવાથી એને સુપાત્રદાનને લાભ લઉં, - એવી કઈ જ લેશ્યા નથી, તમન્ના નથી. ધર્મ તરીકે દાનધર્મના કુલાચાર પાળું એવી ય રુચિ નથી, પરંતુ આપણા - ઘરમાં સાધુને દેવાય છે, ને અત્યારે સાધુ આવેલા છે, તે એમને ખાલી પાછા કાઢવા ઠીક નહિ, ઘરમાં મેમાન આવે તે એમને ચા-પાણી પવાય છે, એમ સાધુને દઈ દઊં.” એમ કરી સાધુને વહેરાવી દે, આમાં ‘કુળાચારથી સુપાત્રદાનને ધર્મ કરુએવી ય કેઈ વૃત્તિ નથી, છતાં એ પણ એને ધર્મ લાભ માટે થાય છે. જુઓ -