________________ 1 અહિંસા અને ગતપાલનમાં માત આવે એ મારે ધન્ય ઘડી ! એ મેત પરલોક સુધારનારું બની જશે. વળી અનશનમાં મેત એ પણ એક અતિ મહાન સુકૃત થશે. માનવભવે પૂર્વે ચૂકે, તે અહીં તિર્યંચના અવતારે સુધારી લઉં.” આપણું સ્થિતિ કઈ છે? પૂર્વે જનાવરના અવતારે ચૂકેલા, કશું સારું કર્યું નહિ, છતાં અહીં મનુષ્ય અવતારે સુધારી લેવું છે? પ્રશ્ન થાય, - - પ્રવ- પૂર્વે સારુ નહિ કરેલું તે અહીં માનવ-જન્મ જ શી રીતે મળે? ઉ - અકામ નિર્જરાથી પણ માનવજન્મ મળે, પૂર્વે સારું કરીને આવ્યા હોઈએ તો તે અહીં એના સંસ્કારથી વાતવાતમાં દાન, દયા, વ્રત-નિયમ, ક્ષમાદિ સૂઝે. પરંતુ એના બદલે વાતવાતમાં આહારાદિ સંજ્ઞાઓ વિષયવાસનાઓ અને ક્રોધ-માનાદિ કષાયો સૂઝે છે, એ પૂર્વે સારું નહિ. કર્યાનું ફળ છે. તે “અંધારે ચૂકેલા અજવાળે સુધારી લેવું છે, આ વિચારે ચાલુ રહે તે જવલંત ધર્મ-ઉદ્યમ થાય, બસ, પિલા માછલાએ માનવ અવતારે બગાડેલું તે હવે તિર્યંચ અવતારે સુધારી લેવા નકકી કર્યું, અને તેથી એણે જીવે ત્યાં સુધી સર્વ પાપત્યાગ અને અનશન કરી લીધા. એ પાળીને દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થયે ! અહીં વિચારવાનું છે કે -