________________ (12) વૈરાગ્યથી ધર્મ: ઉદાયનને નિઝામણઃ વૈરાગ્યને દાખલા (17) વૈરાગ્યથી ધર્મ કરે એને એનું અમાપ ફળ વૈરાગ્યથી ધર્મ કરે, એમાં “વૈરાગ્ય " એટલે સંસાર અને સંસારના વિષયે તથા લાડી–વાડી–ગાડી, કીર્તિ-કંચન –કામિની વગેરે પદાર્થો પ્રત્યે વિરસતા–વિમુખતા–નફરત ઊભી થાય, એમાં જનમની બરબાદી દેખાય, એમાં દુર્ગતિ થવાને ભય લાગે...આ બધા વૈરાગ્યનાં લક્ષણ છે. આ વૈરાગ્ય થવાથી મનને સહેજે એમ થાય કે “લાવ ધર્મ કરુ'; એમ ધર્મને રસ ઊભું થાય, ધર્મ તારણહાર લાગે, ધર્મમાં જીવનની આબાદી દેખાય, અને તેથી ધર્મ કરે, એ વિરાગ્યથી ધર્મ કર્યો ગણાય. પૂછો, પ્ર- આ વૈરાગ્ય તે ગુરુને ઉપદેશ સાંભળીને થયે, અને પછી ધર્મ–પ્રવૃત્તિ કરી, તે તે ધર્મ શું વૈરાગ્યથી કર્યો ગણાય? કે ગુરુના ઉપદેશથી કર્યો ગણાય? ઉ– અલબત્ વૈરાગ્ય તે ગુરુના ઉપદેશથી થયે, પરંતુ ધર્મ થયે તે વૈરાગ્યથી; કેમકે ઉપદેશ તે પહેલાં પણ સાંભળતું હતું, પરંતુ ધર્મ કરવામાં આળસુ હતું, કિન્તુ જ્યાં કેઈક એવા જોરદાર ઉપદેશમાં હૈયાને ધક્કો