________________ 202 આગ વરસી, વૈરાગ્ય ઝગમગી ઊડ્યો ! અને એણે એ વૈરાગ્યથી. સીધે સાધુ-ધર્મ જ લઈ લીધે ! સાધુ-ધર્મ તે ઊંચી વસ્તુ છે જ, પરંતુ દેવદર્શનપૂજા, સાધુ–સેવા, વ્રત-નિયમ–તપસ્યા..વગેરે ધર્મ પણ કલ્યાણકર વસ્તુ છે. ગુર-ઉપદેશથી જે વૈરાગ્ય જાગી જાય તે એ સહેજે અને રસથી કરવાનું બને છે. નાસ્તિક પ્રદેશી રાજાને કેશી ગણધર મહારાજે આત્મ-- તત્ત્વની તીવ્ર શ્રદ્ધા કરાવી દીધી. એથી હવે એને નાસ્તિકપણામાં કરેલા પાપ પ્રત્યે ભારે નફરત છૂટી, સંસારના વિષયે પર વૈરાગ્ય ઝગમગી ઊઠશે, અને કેશીગણી મહારાજ પાસે એણે સમ્યકૃત્વ સહિત શ્રાવક-ધર્મ સ્વીકારી લીધું. આ મૂળમાં વૈરાગ્યના પાયા ઉપર ધર્મ લીધો હતો, તેથી, જિનપૂજા-સામાયિક-પષધ વગેરે ધર્મ એ પાળવા લાગ્યા ! કે રાણી સૂર્યકાન્તાને એ પતિ ન ગમવાથી પિષધ-પારણે રાજાને ઝેર આપવાની તક મળી. પણ એમાં રાજાનું શું બગડ્યું ? રાજાએ તરત જાતે નિર્ધામણા કરવા માંડી ! સમાધિમરણ પામી પહેલા દેવલોકમાં સૂર્યાભ વિમાનમાં માલિક સૂર્યાભ દેવ તરીકે ઉત્પન્ન થયા ! વૈરાગ્યથી ધર્મ કરે એની બલિહારી છે. વૈરાગ્ય જોરદાર હોય તે ધર્મ કરતી વખતે વિઘ્ન આવે છતાં એ પાછો નહિ પડે, ધર્મમાં સ્થિર રહેશે. કુમારપાળને વૈરાગ્ય : 18 દેશના સમ્રાટ મહારાજા કુમારપાળને ગુરુ હેમ-. ચંદ્રાચાર્યને ઉપદેશ મળ્યાથી અને પિતાની સિદ્ધરાજના ભયથી