________________ 18 કુલાચારથી ધર્મ કરે એનું અમાપ ફળ. એમ કહેવામાં શાસ્ત્રકાર એ સૂચવી રહ્યા છે કે “જગતના ભવ્ય છે. ધર્મ પ્રવૃત્તિથી સાવ વંચિત રહી નરદમ પાપપ્રવૃત્તિમાં ડૂખ્યા રહે, અને એથી પાપ આશ જ પિષ્યા કરે, એના કરતાં એમને ભલે હજી મેક્ષને આશય કે બીજો પવિત્ર આશય નથી જાગે, છતાં કુળાચારના બંધનથી પણ ધર્મ પ્રવૃત્તિમાં આવવા દે, તે એથી ય એ પાપની ખાડમાંથી કંઈક ઊંચા આવશે. એમ સદ્દગુરુ-સમાગમ સાધતાં સાધતાં અને જિનવાણી સાંભળતાં સાંભળતાં આત્મદષ્ટિ જાગશે, સંસાર પર વૈરાગ્ય થશે, મોક્ષની અભિલાષા જાગશે... વગેરે સારું પરિ– ણામ આવશે, જ્ઞાનીઓને આ અભિપ્રાય આપણને આચાર્યોએ જૈનકુળ બાંધ્યાના ઐતિહાસિક પ્રસંગમાંથી પણ જોવા મળે છે. જૈનકુળે આચાર્યોએ કેમ સ્થાપ્યા? પહેલાં તે “પાળે એને ધર્મ” હતો. બ્રાહ્મણ કન્યા શ્રાવકને મળતી, તે શ્રાવક કન્યા બ્રાહ્મણને પરણાવવામાં આવતી. દા.ત. આર્યરક્ષિતસૂરિજીના માતા શ્રાવિકા હતા, અને પિતા બ્રાહ્મણ હતા. પરંતુ પછીથી આચાર્યોએ જોયું કે આમ તે હવે પડતા કાળમાં જૈન ધર્મ નહિ ટકે, કેમકે પિતાના હૃદયની ઉમિથી અને મોક્ષમાત્રના આશયથી ધર્મ કરનારા કેટલા? એના બદલે જે જૈનકુળે સ્થાપી રેટી–બેટી વ્યવહાર આ કુળમાં જ નક્કી કરાયું હોય, તે આ જૈન કુળના ધાર્મિક રિવાજ તે નક્કી થઈ ગયેલા રહેવાના. તેથી આ કુળમાં જન્મ પામનારા સહેજે કુળાચારથી જૈનધર્મની જ પ્રવૃત્તિ કરવાના. જેન આચારનું અવશ્ય પાલન કરવાના.