________________ માછલાના આટલા ઉદયના મૂળમાં શું ? મનુષ્ય અવતારે વારંવાર જિનેન્દ્ર ભગવાનના દર્શન થયા કર્યા હતા તે જ ને? શું આ જિનાકૃતિનાં દર્શન–દેવદર્શન શુદ્ધ આશયથી કરેલા? ના, તો શું શુદ્ધ ઉદ્દેશ સિવાય જિન દર્શન કરાય તે આત્માનું કલ્યાણ કરે? જુગારીપણામાં. એને શું સારા ભાવ જાગેલા? ના. સારા ભાવ જાગ્યા વિના ધર્મ કરાય એથી કલ્યાણ થાય? અહીં જુગારી છેકરાએ તે કુલાચાર સમજીને પણ ધર્મ નથી કર્યો, માત્ર. અનિચ્છાએ દહાડામાં 5-10 વાર જિનમૂતિ દેખાઈ જતી. એટલું જ. છતાં એ દેખવામાં વસ્તુ કઈ હતી? તેનું દર્શન? પત્ની-દર્શન નહિ, પરમાત્માનું દર્શન, તે જ પરલોકે એના સંસ્કાર લાભકારી થયા, સાંસારિક પ્રવૃત્તિઓ અને ધાર્મિક પ્રવૃત્તિઓ વચ્ચે અંતર દેખાય છે? પેલા જુગારી છોકરાને તો પરમાત્મ-દર્શન નની કશી ઈચ્છા નહિ, એ તો પરમાત્મમૂતિ એવી રીતે. ગોઠવાઈ ગયેલી કે વારંવાર ઘરમાં પિસતાં એ અનિચ્છાએ પણ દેખાઈ જતી, ત્યારે આજે સ્વેચ્છાથી મંદિરે જઈને દર્શન, કરવા જનારા છે, એમને પૂછો દિવસમાં કેટલીવાર દર્શન કરે? તો કહેશે “એકવાર.” એમને સવારે દર્શન કર્યા પછી, સાંજે દર્શન કરવાની ઈચ્છા નથી ! શ્રાવકે ત્રિકાળ દેવદર્શન ભક્તિ કરવાની છે, તે એકવારમાં પતાવી સંતોષ માન. છે કે “અમે દેવદર્શન કરીએ છીએ;” એ ય માત્ર દર્શન! બાકી ઘણાઓને જિનપૂજાની ઈચ્છા જ નથી થતી. આવાઓને.