________________ 197 સાયંકાલીન દેવદર્શન અને સવારે જિનપૂજામાં જોડવા હોય તે શી રીતે જોડવા? શું વારંવાર એને એમ કહ્યા કરીએ કે “હૈયાના ભાવ ચેકુખા કર્યા વિના કરેલ ધર્મ સંસાર–બ્રમણ વધારનારે થાય? મેલા ભાવે દર્શન કરે એ ધર્મ નહિ, અધર્મ છે, એથી કલ્યાણ ન થાય,” . આવું કહેવાથી એને સાંજે પણ દર્શન કરવાની તત્પરતા થાય? જિનપૂજા ન કરતા હોય એને એ કરવાને ઉત્સાહ જાગે? જેજે, અહીં પુણ્યનંદન આચાર્ય મહારાજ ધર્મને મહિમા ગાવા માટે આ શુદ્ધ-અશુદ્ધ ભાવને મહત્વ આપ્યા વિના ફરમાવે છે કે “લજજાથી, ભયથી, કુલાચારથી,.... પણ ધર્મ કરે એને અમાપ ફળ મળે છે. આ મહિમા ગાઈને એમણે શું કરવું છે? જન સમાજમાં ધર્મ-પ્રવૃત્તિ આવે, ને ધર્મ-પ્રવૃત્તિ વધે, એવું કરવું છે, કેમકે એ જુએ છે કે, ભગવાને ધર્મશાસન સ્થાપ્યું, તે પછીથી જનસમાજમાં એ ધર્મશાસને કહેલી ધર્મપ્રવૃત્તિઓ ખૂબ ચાલુ રહી, તેથી ધર્મશાસન આજસુધી ચાલ્યું આવ્યું છે... માટે આચાર્ય મહારાજ ધમને મહિમા ગાય છે કે લજજાથી ધર્મ કરે, ભયથી ધર્મ કરે, ચડસા ચડસીથી ધર્મ કરે... ભાવથી ધમ કરે, કુલાચારથી ધર્મ કરે, એને એનું અમાપ ફળ મળે છે.” એ મહિમા ગાઈને લેકમાં જે ધર્મપ્રવૃત્તિની ઉપેક્ષા અગર આળસ દેખાય છે, તે દૂર કરી લોકોને ધર્મ ખૂબ કરતા કરવાનો આશય છે. એ માટે અનેક કારણે બતાવ્યા, એમાં અહીં કહે છે -