________________ 191 જુગારીને વિના ઇરાદે પણ દેવદર્શનથી લાભ : શ્રાવક શેઠને છેકરે છે, જુગારી થઈ ગયે છે, બાપે ઘણી શિખામણ આપવા છતાં સુધર્યો નહિ, તેથી બાપને ઘણું દુઃખ છે કે આનું શું થશે? બાપે વિચાર્યું કે મારી હયાતી છે છતાં આ છોકરો જુગારની લત મૂક્ત નથી, અને દેવદર્શનાદિ કશે ધર્મ કરતો નથી, તે મારા મર્યા પછી તે જુગાર છોડે જ શાને ? અને કશો ય ધર્મ શાને કરે? વળી હવે મારી ઉંમર થઈ ગઈ છે, આયુષ્ય હવે ક્યારે પૂરું થઈ જાય એનું કાંઈ કહેવાય નહિ, પણ મરતા પહેલાં એવું કાંક કરું કે આને કમમાં કમ અનિચ્છાએ પણ વીતરાગ પરમાત્માનાં દર્શન થયે જાય. ભલે આ ભાવદર્શન નહિ, તે પણ દ્રવ્ય-દર્શન થાય, છતાં એને ય સંસ્કાર ભવાંતરે એને ઉપયોગી થશે, અને અહીં પણ કદાચ ક્યારેક દ્રવ્ય-દર્શનમાંથી સ્વેચ્છાએ ભાવ-દર્શનમાં જાય.” | બાપે શું જોયું ? આ જ કે “ભાવ વિના પણ દ્રવ્યક્રિયા કરવાથી છોકરાને લાભ થશે.” વ્યક્રિયા માટે શેઠની યુક્તિ :આમ વિચારી શેઠે ડેલીનું બારણું નીચું કરાવી દીધું અને બારણાની સામેની દિવાલ પર ઊંચે ભગવાનની પ્રતિમા કોતરાવી દીધી! જેથી હવે નીચા બારણામાં માથું નમાવીને પેસવું પડે અને પેઠા પછી તરત કુદરતે માથું ઊંચું થઈ જાય, ત્યાં સામે દિવાલ પર ભગવાનની આકૃતિ દેખાઈ જાય. આમ અનિચ્છાએ પણ દહાડામાં 5-7 વાર આને ભગવાનની આકૃતિ દેખાતી રહેશે. બાપે કેવીક યુક્તિ કરી! હવે