________________ 58 ત્યારે ભિખારી કહે “તે પછી મહારાજ સાહેબ! હું સંયમી બનું તે તો મને દેશે ને? લ્યો બનાવે મને સંયમી? આચાર્ય મહારાજે ત્યાં સંયમી બનવું એટલે શું ? તે સમજાવ્યું કહ્યું “જે જે હે આ સંયમ એટલે જીવનભર માટે સંસારના સમસ્ત પાપવ્યાપારને ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરવાની છે, ને તે જીવનભર પાળવાની છે....” ભિખારીને તે ગમે તેમ કરી ભારે ભૂખનું દુઃખ ટાળવું હતું, તેથી કહે “ભલે મહારાજ ! પ્રતિજ્ઞા કરાવે, પ્રતિજ્ઞા - લઈ જીવનભર પાળીશ.” આચાર્ય મહારાજે એને સંયમ આપ્યું, અને પછી એને આહાર વપરાવ્યો. જુઓ, અહીં ભિખારીએ ભૂખના દુખથી ચારિત્ર-ધર્મ લીધે, આ દુઃખથી ધર્મ કર્યો તે કેવો ગણશે? એને કઈ જ શુભ ભાવ નથી, માત્ર ખાવાનું મળે એટલે જ ભાવ તે મલિન ભાવ છે, તે એને આ ધર્મ ભવના ફેરા વધારનાર કહેશો? કહેતા નહિ, કેમકે એમ પણ એણે ચાન્નિધર્મ લીધે તે એ જ રાત્રે અજીર્ણ, અશાતા અને મરણન્ત દુઃખ આવતાં આચાર્ય અને સાધુઓ પાસેથી નિર્માણ પામ્ય, પિતાને પણ જાત પર ફિટકાર છૂટો કે “રે જીવ! જે ચારિત્રને આ મહામુનિઓ પાળે છે, ને આ મેટો શેઠિયાઓ સત્કાર સન્માને છે, એ ચારિત્ર તે ખાવા માટે લીધું ? ને લીધા પછી પણ માત્ર ખાવાનું કામ કર્યું? ધિક્કાર છે તને! હવે કયારે શુદ્ધ ચારિત્ર પાળીશ? ધન્ય ગુરુ, જેમણે ખાવા માટે પણ આ ચારિત્રધર્મ આપવાને મહાન ઉપકાર કર્યો !" એમ ભાવનામાં મરી એ રાજા સંપ્રતિ થાય છે ! “દુઃખથી પણ ધર્મ કરે