________________ શ્રેણિક કરતાં ભગવાન મોટા છે. તેથી રાજાને કહે “મારે ભગવાનની સેવામાં રહેવું છે. મને રજા આપે, ભગવાન તમારા કરતાં મોટા છે, ને મારે માતાના વચન મુજબ મેટાની સેવામાં રહેવાનું છે.” શું ભગવાનના પરમ ભક્ત શ્રેણિક “ના” પાડે? તરત ખુશી બતાવી “હા” કહે છે, એટલે ફણસાલ ભગવાનને કહે, “હું શ્રેણિક મહારાજાની સેવામાં હતું, આપ એમના કરતાં મોટા છે, તેથી એમની રજાથી મારે આપની સેવામાં રહેવું છે. આપની સેવા કરીશ, મને રજા આપો.” ફણસાલ અભણ છે, એને બિચારાને ખબર નથી કે ભગવાનની સેવા શી રીતે કરાતી હશે? એ તે સમજે છે કે “જેમ પૂર્વે બાપ, મુખી, રાજા અને શ્રેણિકની સેવા કરી, એમ ભગવાનની સેવા કરવાની પરંતુ અહીં એને ભગવાન કહે છે, પ્રભુની સેવા એટલે શું?: જે દેવાનુપ્રિય! મારી સેવા કરવી હોય તો સેવામાં રહેલા આ બધા મુનિઓની જેમ તારે સંસાર—ઘરવાસ ત્યાગ કરી, સાવદ્ય વ્યાપાર એટલે કે હિંસા-જૂઠ-ચોરી.... વગેરે સમસ્ત પાપની પ્રવૃત્તિ, એ જીવનભર માટે બંધ કરવાની પ્રતિજ્ઞા ઉશ્ચરવી પડે, સાધુપણું લેવું પડે, તે જ મારી સેવામાં આવી શકાય, તે જ મારી સેવા કરી શકાય. પછી જીવનભર આ મુનિપણું પાળવું પડે.” - ફણસાલ તરત કબૂલ કરી લઈ ત્યાંજ સંસાર ત્યાગ કરી સુનિપણું લઈ લે છે. કેમ દીક્ષા લઈ લે છે? “આ