________________ 183 જુઓ ધર્મકિયા રૂપે ધર્મ નહિ, કિન્તુ માતાની મેટાની સેવા કરતા રહેવું,”—એવી શિખામણથી કેટલો એ આગળ વધી રહ્યો છે! મેટાની સેવા એ ગુણરૂપ ધર્મ છે. “જયવીયરાય” સૂત્રમાંના ગુરુજન–પૂજાને શ્રી લલિત– વિસ્તરા શાસ્ત્રમાં લૌકિક ધર્મ તરીકે ઓળખાવ્યા છે. લૌકિક” એટલે લોકમાં જનસામાન્યમાં માન્ય. જનસામાન્યમાં ય વડિલજનેની પૂજા, સેવાભક્તિ, એ કર્તવ્ય-ધર્મ તરીકે પ્રસિદ્ધ છે. પુત્ર ફણસાલને માતાએ એ ધર્મ પકડાવ્યું છે, અને ફણસાલ એમાં આગળ વધતાં ભગવાન સુધી આવી પહોંચે છે. અહીં સુધી એને ઉદેશ એક જ છે કે મેટાની સેવા કરતા રહેવાને માતાને બોલ પાળવે.” હવે આમાં એને મોક્ષની કઈ ગમ નથી, “મેક્ષ માટે ધર્મ બજાવું” એ કઈ જ વિચાર નથી, કેઈજ ઉદ્દેશ નથી; વિચાર માત્ર એક જ છે કે “મેટાની સેવા બજાવતા રહેવું, કેમકે માતાની શિખામણ છે.” તે અહીં એનો ઉદ્ધાર થાય કે નહિ ? ફક્ત તેમાં સેવા કરવાને ભાવ છે. શા માટે? “બસ માતાએ કહ્યું છે તારે મેટાની સેવા કરતા રહેવું, જીવન શાંતિથી પસાર થશે.” એટલા માટે સેવાને ભાવ છે. આમાં કઈ મેક્ષને ઉદ્દેશ નથી. વર્તમાન જીવનમાં શાંતિને ઉદ્દેશ છે, યા સેવાના જ ભાવ છે, ને એ માટે સેવાનું સૂત્ર પકડયું છે. પરંતુ એ જુઓ કે એ કેવું તારણહાર નીવડે છે ! છેક આગળ વધતાં વધતાં ઠેઠ મગધસમ્રાટ શ્રેણિક મહારાજની સેવામાં આવી ગયું હતું ને હવે શ્રેણિકની સાથે મહાવીર ભગવાન પાસે આવી ઊભો છે ! શ્રેણિકને પ્રભુ આગળ નમતા જોઈ નક્કી કરે છે કે