________________ 181 શિષ્યો ગુરુની આ સેવા બરાબર બજાવે છે ખરા ? મન પર જો ભાર હોય કે “વડીલને હું સેવક છું. વડિલની સેવા એ મારું પહેલું કર્તવ્ય છે. સેવાને શાસ્ત્ર પૂજ” કહે છે. જયવીરાય” સૂત્રમાં રોજ “ગુરુજણપૂ” માગીએ છીએ એમાં આ સેવા જ માગીએ છીએ, પરંતુ એમાં દિલમાં ગુરુજન પ્રત્યે પૂજ્યતાની બુદ્ધિ લાવવાની છે. “આ મારા પૂજ્ય છે” એ ભાવ આવે તો સેવા થાય; તે એમ સેવા બજાવતાં એ પૂજ્યને ગૌરવ આપનારે થાય, અને ગૌરવ આપવું હોય તે સહેજે એ બહાર જતા હોય તો એમની સાથે જવાનું સૂઝે. ગુરુજન પૂજા : સેવા એ પાયાને ગુણ છે, પણ આશ્ચર્ય છે કે સ્કૂલકેલેજોમાં આને કઈ પાઠ નથી ભણાવાતો! છતાં દાવે રખાય છે કે અમે કેળવણી આપીએ છીએ. “કેળવણી” એટલે તો કેળવવું, સારું ઘડતર કરવું. વડિલે પ્રત્યે જે આ સેવા–વિનય બનાવવાનું ન શીખવાતું હોય, તે ઘડતર શાનું? કદાચ શાળા-કેલેજ ન શીખવે તે માતાપિતાની ફરજ ખરી કે નહિ કે પરલોકમાંથી અહીં પોતાના આશ્રયે આવેલા સંતાનને ગુજન–પૂજા ખૂબ શિખવવાની? ન શીખવે તે આશ્રયે આવેલાને વિશ્વાસઘાત થાય કે નહિ? વિશ્વાસઘાત એ કે “પશુ અનાર્યના અવતારમાંથી માંડ છૂટી આ આર્ય માનવ-અવતારે આવ્યા છે, એને આવા સડા ગુરુજન–પૂજા વગેરે ગુણને જનમથી આશ્રયદાતા જનક જનેતા શિખવાડશે.”—એ વિશ્વાસે પુણ્યકર્મ એને અહીં લઈ આવેલ છે. હવે જે જનક–જનેતા એ ન શીખવે તે વિશ્વાસઘાત થયો કે નહિ?