________________ 180 છોકરે ફણસાલ ભલો ભેળે હતા અને માતા પર શ્રદ્ધા હતી એટલે વાત સ્વીકારી લેતાં કહે છે કે “મા! ભલે ત્યારે હું આજથી જ મેટાની સેવા કરતો રહીશ.” બસ, ત્યારથી. જ પિતાના બાપની સેવામાં ખડે પગે રહેવા લાગે, કેમકે આ ઘરમાં બધા કરતા મોટા બાપા હતા. - હવે એક વાર એવું બન્યું કે બાપ કાંઈક કામના હિસાબે મુખી પાસે જાય છે. ત્યારે પુત્ર પણ મોટાની સેવામાં રહેવું, એ હિસાબે બાપની સાથે જાય છે. ત્યાં એણે જોયું કે બાપ મુખીને પ્રણામ કરે છે, તેથી એને લાગ્યું કે બાપા કરતાં આ મેટા છે. તેથી ઘરે આવી રજા માગે છે કે મારે. મુખીની સેવામાં જવું છે. માબાપે ખુશીથી રજા આપી એટલે મુખી પાસે આવી કહે છે મને મારી માતાએ કહ્યું છે કે “મેટાની સેવામાં રહેવું. તમે મારા બાપુજી કરતાં મેટા છે, તેથી તમારી સેવામાં મારે રહેવું છે. મને ઘરેથી રજા છે” મુખીએ સારે છોકરે જાણ રાખી લીધે. હવે એકવાર મુખી રાજ્યના રાજા પાસે જાય છે, ત્યારે આ છોકરે પણ સાથે જાય છે, કેમકે સેવક બન્યું છે ને? સેવા કરવા રહ્યો છે ને? તે સેવ્યની સાથે જવામાં સેવ્યને વિનય થાય, બહારમાં સેવ્યનું સારું દેખાય, સેવ્યનું ગૌરવ વધે, એ એમની સેવા છે. આજે નાનડિયાએ વડિલની આ સેવા બજાવે છે ખરા? બાપને ચાર ચાર દીકરા હૈય, બાપને કયાંક જવાનું થાય. તો એમની સાથે જવામાં એકાદ દીકરા પણ સાથે રે?