________________ એને ઉતારી પાડે એ ગમતું નથી. વહુની ભૂલ થઈ જાય, પણ સાસુ એમાં જે એને ઉતારી પાડે, તે વહુને નહિ ગમે. ઉલટુ વહુના દિલમાં સાસુ પ્રત્યે સદુભાવ હશે તેને થોડી પણ ટક્કર લાગશે; સાસુ પ્રત્યે વહુના મનમાં એક જાતને વિરોધ ઊભે થશે. પરંતુ ત્યાં જે સાસુ એના બીજા ગુણેની પ્રશંસા કરી કહે “ભૂલ થાય એમાં ગભરાઈશ નહિ, મારા હાથે ય કેટલીય ભૂલ થઈ છે, અને આપણું જીવન જ એવું છે કે ઠોકર ખાતાં ખાતાં આગળ વધવાનું છે તે વહુને સાસુ પર સદ્દભાવ વધી જાય. મનુષ્ય-સ્વભાવને ઓળખવાની કુશળતા જોઈએ. એટલે જ પેલી માતામાં એ કુશળતા કેવી સરસ કે એણે દીકરાને સેવાના માર્ગે ચડાવી દીધો ! (3) માતાની દૂરંદશિતા: વળી એ માતાની દૂરંદેશિતા કેવી કે દીકરાને જિંદગી સુધી વધે ન આવે, એ રાહ એને પકડાવ્યું. અહીં જ જે જે આગળ છોકરે ક્યાંસુધી વધી જાય છે! કે ઠેઠ મહાવીર પ્રભુને શિષ્ય બનવા સુધી પહોંચી જવાને છે! કારણ આ, કે માતાએ દૂરંદેશિતાથી પુત્રના દૂર ભવિષ્યના ભલા સુધી નજર પહોંચાડી. જીવન ઉત્તમ બનાવવું હોય, અને ઉત્તમ કાર્યો અને ઉત્તમ કીતિ જોઈતી હોય તે આ દૂરદશિતા ગુણ ખૂબ જરૂરી છે. પછી આપણી અક્કલ આપણી દષ્ટિ એ કે દૂરંદેશિતાને ડગલે ને પગલે આગળ કરવી. ખાતાં હજી ભૂખ છે છતાં એછું કેમ ખાવું? હાજરી પર બહુ દબાણ ન આવે, તે એ ઘડપણ સુધી સશક્ત રહે. - iારી