________________ 177 ઊંચે આવી ગયા, મહાન બની ગયા, ને અલ્પકાળમાં મોક્ષ પામી ગયા ! વગેરે બતાવાય. વળી વર્તમાનનાં ય એવા ધર્માત્માના દૃષ્ટાન્ત કહેવાય. વળી એને વધુ પ્રેત્સાહિત કરવા બતાવાય કે તું કેટલે મહાન પુણ્યશાળી છે કે - જનાવર અને અનાર્યો કરતાં તેને અનેક મહાન સેનેરી તક મળી છે! (1) આ વિતરાગ દેવ, (2) આ જિનશાસન (3) આ ત્યાગી-સંયમી ગુરુઓ, (4) આ આગમ શાસ્ત્રો, (5) આ શત્રુંજયાદિ તીર્થો, (6) આ ભરતેશ્વર બાહુબલિ વગેરે મહાન પુરુષનો ઈતિહાસ, (7) આ નવકાર મહામંત્ર, (8) આવી આવી જીવદયાની ક્રિયાઓ, (9) વ્રત–નિયમને વિરતિ માર્ગ, ઈત્યાદિ અજોડ પ્રાપ્તિ થવાથી એની. આરાધનાની સેનેરી તક તને મળી, તે આજે દુનિયામાં કેટલાને મળી છે? વળી તારી પાસે મન-વચન-કાયાની શક્તિઓ કેટલી - બધી ઊંચી મળી છે? અરે ! તને બુદ્ધિશક્તિ જે મળી છે, એ દેવતાને નથી મળી. દેવતાને એક નવકારશી તપ કરવાની બુદ્ધિ નથી થતી, બ્રહ્મચર્યની બુદ્ધિ નથી થતી, એક સામાયિકની બુદ્ધિ નથી થતી...વગેરે કહી ધર્મ–આરાધનાના અનેક અંગે બતાવાય; તો સંતાનોને કંઈકે યમ લઈને જીવનમાં ઉતારવાનું મન થાય પણ મા કયારે બને? કહે, કહેનાર માબાપની કુશળતા હોય તે પુત્ર-પુત્રીઓને ધર્મ પમાડી શકે. કુશળતા આ, કે મનુષ્ય સ્વભાવ છે. મનુષ્યસ્વભાવ આ છે કે માણસને પ્રાણી આ પ્રાણાહક બને છે કે