________________ 175 વડિલના 3 ગુણ (1) નિસ્વાર્થ હિતચિંતા, (2) વ્યવહારકુશળતા (3) દૂરંદેશિતા : માતાની (1) કેવી પુત્રના ભલાની નિઃસ્વાર્થ ચિંતા ! (2) કેવી વ્યવહારકુશળતા ! (3) કેવી દૂરંદેશિતા ! (1) નિ:સ્વાર્થ હિતચિંતા : માતાએ પુત્રનું ભલું તે ઈચ્છે છે પરંતુ એ આશાથી કે “મેટો થાય ને મને સંભાળે. એની વહુ ઘરકામ ઉપાડી લે, તે મારે ઘડપણે નિરાંત. પરંતુ આ માતા એ પાઠ ભણાવે છે કે “તું મેટાની સેવા કરતા રહે તે સુખી થઈશ.” આમાં પિતાના સ્વાર્થની કશી આશા રાખી નહિ. માટે તે એના મેટા તરીકે એના બાપથી આગળ વધીને ઠેઠ મટા શ્રેણિક રાજાની સેવામાં રહેવા જાય ત્યાં સુધી મંજુર કર્યું. આ બધે પિતાને શું મળવાનું ? કશું નહિ, એને પગાર નહિ? ના, પગારથી સેવા કરવા જાય તે એક તે એવી આવડતહોંશિયારી નથી, તેમ બીજું એ કે પગારથી રાખનાર જિંદગી સુધી રાખે કે ન ય રાખે; વળી પગારમાં શેઠની એટલી મમતા ચ ન પામે, જેવી નિસ્વાર્થ સેવામાં પામે. સારાંશ, માતાએ માત્ર દીકરાનું સારું થાય એટલી જ આશા રાખી છે, પિતાની સેવા દીકરે કરે એવી આશાં જ રાખી નથી. આવા નિસ્વાર્થ હિતચિંતક માતા-પિતા ઓછા. (2) વ્યવહાર કુશળ: બીજી વાત એ, કે માતાની કુશળતા કેવી? માનવ સ્વભાવને એણે ઓળખી લીધે.