________________ 179 ગળપણ બને તેટલું ઓછું કેમ ખાવું? આ જ હેતુથી કેમકે બહ ગળપણથી હાજરીના પાચક રસ બગડે છે, પાચન મંદ પડે છે, અર્થાત હાજરીની તાકાત ઘટે છે, લાંબે ગાળે અપચનને રેગ થાય. આ શું કર્યું? દૂરંદેશિતા વાપરી. એમ બીજા સાથેના વ્યવહારમાં એને તરફથી અગવડ આવ્યું કેમ ખમી ખાવું, અને કેમ પ્રસન્નતા બતાવવી? તે કે એના દિલમાં આપણા માટે માન હેય તે ઘવાય નહિ. ત્યાં જે ઉકળાટ બતાવીએ તે સામાના દિલમાં આપણું પ્રત્યે માન ઓછું થાય. પછી એ બહાર આપણી હલકાઈ ગાય, ને અવસરે આપણા કહેવા પર વજન ન આપે. આજે કેટલાય આપના ઉકળાટ પર છોકરાનાં હૈયાં ઘવાઈ ગયા, તે પછીથી આપનું સાંભળતા નથી. ત્યાં જે બાપે દૂરંદેશિતા વાપરી પહેલેથી જ સૌમ્ય સ્વભાવ રાખ્યો હોત, તે દીકરા દાસ થઈને રહેત. અમારે તમને ધર્મ પમાડવો હોય, તેમ શિષ્યને આરાધનામાં આગળ વધારવા હોય, તો અમારે પણ દૂરંદેશિતા ખૂબ વાપરવી પડે. ગુરુમહારાજ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજે આ દૂરંદેશિતા વાપરીને કેટલાય મુનિઓને સંઘના શાસનને રન બનાવી દીધા ! ગુરુમહારાજની દૂરંદેશિતાનાં ફળ અલૌકિક છે. પેલી માતા દૂરંદેશિતાથી પુત્રને કહે છે - જે ભાઈ! તારે સુખે જિંદગી જીવવી હોય તે. મેટાની સેવા કરતા રહેવું. એનાથી તારે પિતાને તારી કશી ચિંતા કરવાની નહિ રહે. એ મેટા જ તારી સંભાળ રાખશે, તારે સંભાળવાની માત્ર મોટાની પૂરેપૂરી સેવા.”