________________ 182 પેલે કરે ફણસાલ મુખી સાથે રાજા પાસે ગયે. ત્યાં જુએ છે કે મુખી રાજાને પ્રણામ કરે છે, એટલે સમયે કે મુખી કરતાં રાજા મેટા લાગે છે. મુખીને પૂછે છે, “આ તમારાથી મોટા છે?” મુખી કહે છે “હા, અવશ્ય મેટા.” છોકરે કહે “તે તમે મને રજા આપો, મારે મેટાની સેવા કરવાની છે. હું એમની સેવા કરવા રહી જાઉં.” મુખીએ રજા આપી, અને છેક રાજાને વાત કરી. એમની (રાજની સેવા કરવા રહી ગયે. એમાં એકવાર છોકરા સાથે એના રાજા મગધ સમ્રાટ શ્રેણિક રાજાને સલામી ભરવા ગયે, અને શ્રેણિકને એ પ્રણામ કરે છે. એ જોઈ છોકરાને લાગ્યું કે “આ તો મારા રાજા કરતાં ય મેટા લાગે છે કેમકે રાજા એમને નમે છે. તે મારે આમની જ સેવા કરવી જોઈએ.”—એમ કરી પોતાના રાજાને વાત કરી એમની સંમતિ મેળવી, અને શ્રેણિક રાજા પાસે આવી આજ્ઞા માગીને એમની સેવા કરવા રહી જાય છે. - હવે જુઓ એ કે આગળ વધે છે! બને છે એવું કે રાજા શ્રેણિકની રાજધાની રાજગૃહીના આંગણે ત્રિલોકનાથ ભગવાન મહાવીર પરમાત્મા સપરિવાર પધાર્યા છે, અને રાજા શ્રેણિક પરિવાર સાથે પ્રભુને વંદન કરવા ગયા. ત્યાં રાજા પ્રભુને પ્રદક્ષિણ દઈને વંદન કરે છે. અહીં પણ છોકરાએ હિસાબ માંડ્યો કે “આ તે વળી સમ્રાટ શ્રેણિક કરતાં ય મોટા લાગે છે! તો જ શ્રેણિક એમને નમસ્કાર કરે છે. તે પછી હવે તે માટે આ ભગવાનની જ સેવા કરવા રહી જવું જોઈએ.”