________________ 185 જીવનમાં મોટાની સેવા કરવી, એ જ એક જીવન-સૂત્ર બનાવ્યું છે, અને અહીં ભગવાન કહે છે, મારી સેવા કરવી હોય તે આ રીતે સર્વ પાપ-ત્યાગ કરીને જ થાય.” તે ભલે સંસાર ત્યાગ કરવાને, અને મુનિપણું કષ્ટમય હોય તો ય લઈ લેવાનું.” આ જ એક તમન્ના છે. આમાં સંસાર ખરાબ છે માટે ચારિત્ર-ધર્મ લેવાને અને પાળવાને, એવું મનમાં નથી. સેવા કરવી છે માટે ચારિત્ર લેવું એ ભાવ છે. સેવાના આશયથી ચારિત્રધર્મ સાધવે છે. શું આવી રીતે ધર્મ કરાય? અને કરે તો લાભ થાય? હા, અહીં જ્ઞાની આચાર્ય ભગવાન કહી રહ્યા છે કે “લજ્જાથી, ભયથી, ચડસાચડસીથી....વગેરે વગેરે તરેહ તરેહના આશયથી ધર્મ કરાય, અને તે અમાપ ફળના લાભ માટે થાય છે.” તો શું આવું કહેનાર આચાર્ય ભગવાનને અજ્ઞાની ઠરાવવા છે? મૂઢ કહેવા છે? એવું કહેતા નહિ, નહિતર ભવાંતરે જીભ નહિ મળે! જ્ઞાનીએ જોયું છે કે લજ્જા વગેરે આશયથી પણ ધર્મ કરનારા આગળ વધી રહ્યા છે. અહીં જ જુઓ ગામડાના આ છોકરા ફણસાલને માતાના વચનથી જીવનમાં મેટાની સેવા જ કરવાના ભાવ જાગી ગયા, તેથી એક માત્ર સેવાના ભાવથી મોટાની સેવા કરી રહ્યો છે. તો એને એ વ્યવસાયમાં ચારિત્ર-ધર્મ સુધી આગળ વધી ગયે! ચારિત્ર લેતી વખતે ય મેક્ષ આશય નથી, પણ સેવાને ભાવ છે. આ સેવાના ભાવથી કરાતા સેવાધર્મને, મેક્ષને આશય નથી માટે, પાપરૂપ અને ભવ-વર્ધક ન કહેવાય. ભાવથી ધર્મ કરે એને એનું અમાપ ફળ અહીં દેખાય છે.