________________ 176 મનુષ્યને સ્વભાવ છે કે પિતાને બીજાની મતિયા સેવા કરવાની ગમતી નથી, પરંતુ પિતાને મફતિયા સેવા લેવી ગમે છે. કહે છે ને કે “નમે એ સૌને ગમે તેવા નમનથી અધિક છે. બીજે સ્વભાવ આ એાળખે કે સેવા કરનાર પર મમતા થાય છે. જેના ઉપર મમતા થાય એની સંભાળ–ચિંતા–કાળજી રખાય એ સહજ છે. માતાએ આ જોઈને પુત્રને સેવામાં ચડાવી દીધે, એ એની વ્યવહાર-કુશળતા છે. સામાનું ભલું કરવા કુશળતા જોઈએ. બાપે પુત્રને ધર્મ પમાડે છે, પરંતુ એને જે ધમી બાપ એમ ટોણાં મારે કે “તારામાં કશું ઠેકાણું નથી, તારા દેવદર્શનમાં ભલીવાર નથી, તારામાં તપનું ઠેકાણું નથી, તારામાં સાચી ધર્મભાવના નથી.... આવું બધું કહે, અને વળી તે દલીલથી સાબિત કરી બતાવે, તો એનાથી શું પુત્ર ધર્મ પામે ? ના. શું ધર્મમાં આગળ વધે? ના. આમાં કહેનાર બાપની કુશળતા છે? ના. અહીં આચાર્ય પુણ્યનંદનસૂરિજી મહારાજમાં કુશળતા છે, એમને સભાને ધર્મ પમાડે છે, માટે સભાને ધર્મને ઉત્સાહ જગાડવા આ કહી રહ્યા છે કે જુઓ લજજાથી ધર્મ કરે, ભયથી ધર્મ કરે, ભાવથી ધર્મ કરે એનું અમાપ ફળ છે. શાસ્ત્રો અને ઈતિહાસમાંથી આના દાખલા પણ જડે છે, આજના માબાપાએ સંતાનમાં કુશળતાથી ધર્મ લાવવા જેવું છે. કુશળતા એ, કે એને બતાવાય કે “ધર્મ કે તારણહાર છે! ધર્મથી પૂર્વ કાળે કેવા કેવા સામાન્ય માણસે પણ