________________ 14 નકામો? અહી તે આચાર્યદેવ કહે છે, ભાવથી કરેલા ધર્મનું અમાપ ફળ એને મળે છે. (2) ભાવથી ધર્મ એ રીતે પણ થાય કે - એમ વિચાર આવે કે “આ જન્મ મળે અને અનેક વાતની સુખ સગવડ મળી છે તે બધું ભગવાનની કૃપાથી મળ્યું છે, તે એની કૃતજ્ઞતા રૂપે ભગવાનની સેવા કરવી જોઈએ,’ એવા ભાવથી ભગવાનની સેવા રૂપે ધર્મ કરાય, એ ભાવથી ધર્મ કર્યો ગણાય. આમાં જુઓ હજી મેક્ષ આશય આવ્યો નથી, પણ કૃતજ્ઞતાને ભાવ અને સેવાને ભાવ આવ્યું છે, તેથી ધર્મ કરે છે, એ પણ ભાવથી ધર્મ કરાઈ રહ્યો છે. ફણસાલ કેમ ઊંચે આવ્યો? શાસ્ત્રમાં દાખલ આવે છે. ભગવાન મહાવીર સ્વામીના કાળમાં એક ગામમાં પુષ્પસાલ નામના વણિકને ફણસાલ નામે એક છોકરો છે. ભણવામાં બહુ જ શક્તિ ઓછી, તેથી એને ભણતર ચડે નહિ. એની માતાએ જોયું કે “આ મેટો થઈને શું કરશે ? એનામાં કર્મ-સંજોગે એવી આવડત કશી છે નહિ, તેથી એનું જીવન દુઃખમય અને રખડતા જેવું ન થઈ જાય એવું કાંઈક કરવું એઈએ. મને લાગે છે કે જો એ કોઈ સારા મેટાની સેવા કરતું રહેશે તે, સેવા એવી ચીજ છે કે સેવા લેનારાને સેવા કરનાર પર મમતા ઊભી થાય અને એ મમતાથી સેવા કરનારની સંભાળ રાખે. એમ સેવા કરનાર જે જિંદગી સુધી સેવા કરતે રહે, તે સેવા લેનારે જિંદગી સુધી એની સંભાળ કરે, તેથી એને જિંદગી સુધી વધેન આવે, જિંદગી સુખે પસાર થાય.'