________________ દા. ત. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિજી મહારાજના ગુરુ આચાર્ય દેવચંદ્રસૂરિજી મહારાજ ધંધુકામાં પધાર્યા, શ્રાવિકાઓ વંદન કરવા આવે છે, એમની સાથે હેમચંદ્રસૂરિજી મહારાજ એ વખતે પાંચ છ વરસના ચાંગદેવ નામના બાળક, તે એમની માતા પાહિની જે મેઢ વણિક, વૈષ્ણવ ધમનુયાયિની છે, એ પણ ચાંગદેવને આંગળીએ લઈ કૌતુકથી. શ્રાવિકાઓ સાથે આવી. કાંઈ એ જૈન ધર્મ પાળતી નથી કે જૈન ધર્મ લેવા નથી આવી, પણ જેઉં મહારાજ કેવાક છે?” એટલી જિજ્ઞાસા માત્રથી આવેલી. એટલે પણ સાધુ પાસે આવવાને ધર્મ કર્યો તે કૌતુકથી કર્યો. અહીં મોક્ષને આશય નથી, માત્ર કૌતુકનો ભાવ છે, તે આ સાધુ-સમાગમને ધર્મ કે ગણવો? કર્તવ્ય કે અકર્તવ્ય ભવવર્ધક ? કે ભવતંક? અહીં એમ નહિ કહેવાય કે “એ બાઈ કૌતુકથી નહિ, પણ આચાર્ય મહારાજને ગુરુ માની એમના પરના ભાવથી આવી છે, કેમકે બાઈ કાંઈ જૈન નથી, મેઢ વણિક છે, એટલે જ કૌતુકથી આવી હોય. છતાં કૌતુકથી પણ આચાચેના દર્શન કરવા આવી, એમાંથી કેટલું બધું મહાન સર્જન થયું ! આચાર્ય મહારાજે એનાં બાળક ચાંગદેવની આસન પર બેસી જવાની હિંમત, અને એની મુખમુદ્રા, તથા રેખાઓ જોઈને જ્યારે કહ્યું કે “આ બાળક તે મહાન આચાર્ય અને રાજાને ગુરુ થાય એ ભાગ્યશાળી છે.” ને ખુશી થયેલ એની માતા પાસેથી એને આપી દેવા કહ્યું, ત્યારે માતાએ બાળકને આચાર્ય મહારાજને સેંપી દીધો! જેમાંથી એ બાળક સાધુ થઈ આગળ પર કલિકાલ સર્વજ્ઞ આચાર્ય