________________ કળતરના દુઃખથી છૂટવા ચારિત્ર લેવામાં છોકરા મંજુર થયા. મહારાજે હાડકાં ચડાવી આપ્યા, છોકરાને હસતાખીલતા કરી દીધા, અને બંનેને ચારિત્ર આપ્યું. આ દુઃખથી. ચારિત્ર લીધું તે શું દુગતિમાં ડૂબાડનારું? આમાં રાજપુત્રની સાથે પુરેહિત પુત્ર, જે મેતારજ થવાને છે, એણે પણ ચારિત્ર લીધું. કેવી રીતે લીધું? કહે હાથના કળતરના દુખથી છૂટવા લીધું, તે હવે જુઓ આ ધર્મ કરવામાં મોક્ષને આશય છે? ના, ભયંકર કળતરના. દુખથી છૂટવાને આશય છે. તે આ ચારિત્રગ્રહણના ધર્મથી. એના ભવના ફેરા વધી ગયા? આમ ચારિત્ર-ધર્મ લેવાય? પરંતુ એ જુઓ કે, જ્ઞાનીઓને આ આશય છે કે જી. કોઈપણ રીતે પાપપ્રવૃત્તિ છેડી ધર્મમાં આવે. દુઃખથી છુટવા ચારિત્ર લીધું, તે પછીથી ષટૂકાયજી સંયમ, સમ્યકૃત્વ, વીતરાગ દેવાધિદેવ, મોક્ષમાર્ગ, નવતત્વ ....વગેરે વગેરેની ઓળખ પડતી ગઈ, સંયમમાં અપૂર્વ ચિત્તની શાંતિ–સમાધિને અનુભવ થતે ગયે, ત્યાગ-તપશાસ્ત્રસ્વાધ્યાય વગેરેમાં લીન બનતા ગયા, તે મેતારજના. આ જીવ પુરોહિત પુત્ર મુનિએ ત્રણ ભવમાં સંસાર મર્યાદિત કરી દીધે! એ ભવ, પછી દેવો ભવ, ને પછી મેતારજના ભવે મોક્ષ! દુઃખથી ચારિત્રધર્મ લીધો એનું કેટલું અમાપ, ફળ !! અહીં જે એને એમ પણ ચારિત્ર ન આપ્યું હતું તે એ આટલાં ફળ પામત? હવે જે એકાન્ત-નિશ્ચયવાદી કહે છે, “ભાવની કિંમત છે, કિયાની નહિ. ભાવ મલિન હોય તે ક્રિયા સારી છતાં રાશીના ચક્કરમાં ભટકે,” એ કહેવું