________________ રાજા કહે “છોકરા પર દયા કરે, બહુ જુએ છે. એમનું દુઃખ મારાથી જોયું જતું નથી.” - સાધુ કહે “હે ? તને છોકરાનું દુઃખ સહન નથી થતું, અને સાધુ મહારાજે ને છોકરા મશ્કરી કરી દુઃખી કરતા, તે તારાથી સહન થતું હતું? ઊઠ ઊભે થા, નાલાયક ! ક્યા મેં આવા બદમાશ છેકરાની દલાલી લઈ આવ્યા છે? તને ભણાવી ગણાવી તૈયાર કરેલો તે આવું ચલાવવા? તારા છોકરા સાધુની સેવાને બદલે મશ્કરી કરે?” રાજાએ બહુ માફી માગી, “આવું હવે નહિ ચાલવા દઉં, કહી દયા કરવા કરગરે છે. સાધુ કહે “જા છોકરાને પૂછી આવ, પાપ બહુ કર્યા છે તે હવે ચારિત્ર લેવું છે? સાધુઓની મશ્કરી કરીને નરકના પાપ બાંધ્યા છે, તે હવે ચારિત્રથી જ છૂટે. એ ચારિત્ર લેવું હોય તે હાડકા ચડાવી આપું.” રાજા ગયે, છોકરાને ખૂબ ઠપકો આપે.... મહારાજે કહેલું કહ્યું. અહીં દુઃખ અસહ્ય હતું તેથી છોકરી કબૂલ થયા કે “દીક્ષા લઈશું, હાડકા ચડાવી આપે.” રાજા ભાઈ મહારાજને બોલાવી લાવ્ય, મહારાજે છેકરાને કહ્યું,' “જુઓ સાધુની સેવા-ભક્તિ-પૂજા કરવાને બદલે મશ્કરીઓ કરી છે, તેથી પાપ ઘણાં બાંધ્યા છે. એટલે હાડકાં તે ચડાવી આપું, પણ પછી એ પાપ ધોવા તરત ચારિત્ર દીક્ષા લેવી પડશે, બેલે મંજૂર છે?” ઉતારી નાખેલા સાંધાઓનું કળતર એટલું બધું હતું કે મંજૂર ન કરે તે કયાં જાય? કહે,