________________ 11 પેલા કહે,–“આમાં મશ્કરી શાની? નહિ નાચે તે ચેરપટ્ટો ખેંચી લઈશું.' - સાધુ મહારાજે જોયું કે “જેવું સાંભળ્યું હતું તેવા જ આ છોકરા તોફાની છે. તે હવે આમને બોધપાઠ આપવા દે.” એટલે મહારાજ કહે “નાચું તે ખરે, પણ સાથે તમારે તાલ–ઠેકે દેવ પડે.” છોકરા કહે “હા, હા,” એમ કહી તબેલા લઈ આવ્યા. સાધુ કહે “જે, જે મારે પગ જમીન પર પડે કે સાથે જ તાલને ઠેકે પડવે જોઈએ. જો એમાં ફેરફાર થશે તે મારા જે ભૂંડે કેઈ નહિ.” છોકરા કહે “હા, હા, ભલે.” સાધુએ નાચવા માંડ્યું. નાચતાં 2-3 વાર તે પદ ઊંચે થયેલે એને પાછો જમીન પર લઈ ઠેકે દીધે, એટલે પેલા તબલા પર “ધડિમ” ઠોકે છે. પરંતુ ચોથી વાર જમીન પર ઠેકે દેવા લઈ જવાને દેખાવ કરી પગને બીજી બાજુ ઊંચકી જ લીધો ! પણ છોકરાએ પગ હવે જમીન પર પડશે. સમજી તબલા પર ધડિમ ઠેક્યું. મહારાજ બગડ્યા, “લુચ્ચાઓ! આમ ખોટો ઠેકે?” બસ, એકને બે પગ વચ્ચે દાવે, ને બીજાને પકડી હાથ પગના સાંધા ઉતારી નાખ્યા પછી બીજાને ય એજ પ્રમાણે કરી સાધુ જતા રહ્યા. સાધુ હાડકાં ચડાવવા–ઉતારવાની કળા જાણતા હતા.