________________ 171 અંતરાત્માના કેવા ભાવ તરફ જઈ રહ્યા છો? શુભ કે અશુભ? એના પર ફળનો આધાર છે અને અહીં આદ્રકુમાર વગેરે સભા આગળ આચાર્ય મહારાજ પુણ્યનંદનસૂરિજી બતાવી રહ્યા છે કે ભલે લજજા, ભય, વગેરે નિમિત્તથી ધર્મ કરતે હોય તો ય એનું અમાપ ફળ છે, કેમકે એમાંથી આગળ આગળ જતાં ધર્મપ્રવૃત્તિમાં રહેલાને શુભ ભાવ જાગવાને અવસર મળે છે. એકલી પાપવૃત્તિઓમાં જ પડેલાને આ અવસર નહિ. વ્યવહારથી પણ ધર્મ કરનારને ધર્મને અભ્યાસ પડે છે, કયારેક સદ્દગુરુની શુદ્ધ વાણી સાંભળવા મળે છે, ને એ શ્રવણ કરતાં કરતાં ધર્મની સહજરૂચિ થાય છે. જે વ્યવહારથી પણ ધર્મ કરતા જ ન હોય તો એમને તે એકલો પાપને અભ્યાસ રહેવાનો. એમાં તે ધર્મકિયાના કશા સંસ્કાર નહિ પડે, સાધુના સંપર્કમાં એ નહિ આવે, ઉપદેશ નહિ સાંભળે, પછી એ ઊંચે આવવાને જ શી રીતે? શુભ ભાવ પામવાને જ કયાં? વ્યવહારથી દેખાદેખીથી પ્રારંભિક જી ધર્મ કરનારા ઘણું, અને એમજ એ એક દિવસ પામી જાય છે. બાકી વ્યવહારને નહિ ગણકારનારા અને ધર્મ નહિ કરનારામાંથી પામનારા કેટલા તે શોધી કાઢજે.