________________ 165 શું વ્યાજબી છે? જૈન શાસ્ત્રને અનુસારી છે? આ પ્રરૂપણાની સામે અહીં જે આ શાસ્ત્રમાં આચાર્ય પુણ્યનંદનસૂરિજી મહારાજ પૂર્વાચાર્યને શ્લેક ટાંકીને કહે છે “દુઃખથી ધર્મ કરે તે પણ તે અમાપ લાભ માટે થાય,”એ શાસ્ત્ર ક્યાં મૂકી આવવાનું? વસ્તુ જેવા જઈએ તો મેતારજના છે આવી રીતે પણ દુઃખથી છૂટવા ચારિત્ર લીધું હતું, તે પછીથી સંયમને સ્વાદ પામ્યા. પહેલાં પુરોહિતના પુત્ર હતા ને ? એટલે અહીં જોયું કે કયાં વૈદિક ધર્મનાં હિંસામય અનુષ્ઠાનો? અને ક્યાં આ જૈન ચારિત્રના ભારોભાર અહિંસામય અનુષ્ઠાને? કયાં વૈદિક ધર્મમાં અજ્ઞાનીઓની તુકામય જુઠ્ઠા તત્વની વાતો? અને ક્યાં અહીં વીતરાગ સર્વના ટંકશાળી તો ?" બસ, સંયમની એવી ઊંચી આરાધનામાં લાગી ગયા કે ત્રણ ભવમાં સંસાર પતાવી દીધો! ત્રણ ભવમાં સંસારને મર્યાદિત કરી દીધો! આ ભવ, પછી દેવલોકને ભવ, ને પછી મેતારજના ભવે અંતે મોક્ષ. કળતરના દુઃખથી છુટવા ધર્મ લીધે, મોક્ષના આશયથી નહિ, માત્ર દુ:ખથી છૂટવાના આશયથી ચારિત્ર—ધર્મ સ્વીકાર્યો. શું બગડી ગયું ? ધર્મ તારણહાર છે. આચાર્ય મહારાજ આગળ કહે છે. (12) કૌતુથી ધર્મ કરે એને એનું અમાપ ફળ કૌતુકથી એટલે ધર્મની આમ તે કઈ સહજરુચિ નહિ, પરંતુ “લાવે જોઈએ શું છે? કેવી મૂતિ છે? કેવુંક દહેરુ છે? કેવાક મહારાજ છે? જોઈએ, કેવું વ્યાખ્યાન કરે છે?” આવી માત્ર જિજ્ઞાસા હોય.