________________ 147 દયાળુ જીવે એમને પાપ-પ્રવૃત્તિઓમાંથી છોડાવવા હેય તે ધર્મના આચારોમાં દાખલ કરવા જોઈએ, એમને ધર્મના આચારે પકડાવવા જોઈએ. પછી ભલે પહેલે તબકે શુદ્ધ આશયથી ધમ–આચાર પકડવા તૈયાર ન હોય; કેમકે અત્યાર સુધી એકલી પાપ-પ્રવૃત્તિ ને મહ– પ્રવૃત્તિ કર્યો જવાથી પાપને અને મોહ-માયાને જ રસ આકંઠ ભરેલો છે. ત્યાં ધર્મની કશી પ્રવૃત્તિ જ નથી એટલે લીધે ધર્મને રસ શાને જાગે? એવા જીને ધર્મના આચારમાં લાવવા માટે આચાર્ય મહારાજ ધર્મને આ મહિમા બતાવે છે કે “લજજાથી ધર્મ કરે, ભયથી ધર્મ કરે...તો પણ એ ધર્મનું એને અમાપ ફળ મળે છે, (1) એ ફળ પાપ-પ્રવૃત્તિથી કે મોહ-માયાની પ્રવૃત્તિથી નથી મળતું. (2) પરલોક પણ એ પાપ-પ્રવૃત્તિથી નથી સુધરતો, પરંતુ ધર્મ -પ્રવૃત્તિથી સુધરે છે. તેમ (3) અહીં પણ કુટુંબમાં ધર્મ, આ ધર્મ-પ્રવૃત્તિ જોઈને આવે છે. અને (4) ધર્મ આવે તે સ્વાર્થ–માયા–ઉદ્ધતાઈ–કલહ-અશાંતિ વગેરે દુર્ગણો કંઈક ઓછા થાય છે.”—આમ ધર્મને મહિમા સમજાવી ધર્મના આચામાં ઉદ્યમ કરતા કરવાનો હેતુ છે. જૈનશાસન ને જેનશાસ્ત્રો આ જ કહે છે કે આચારપ્રધાન વ્યવહારપ્રધાન દેશના આપવી, જીવન ધર્મપ્રધાન બનાવવું જે એના બદલે જીવન ભાવપ્રધાન બનાવવા ભાવપ્રધાન દેશના જ આગે રાખશે તે ધર્મમાં સુસ્ત શ્રોતાઓને ફાવતું જડી જશે! અને ધર્મના આચારમાં તે ઉદ્યમ નહિ કરે,