________________ 150 શ્રી “પંચવસ્તુ શાસ્ત્રમાં શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે આ જ કહ્યું છે કે “ભલે અનંતા “દ્રવ્યસ્તવ” અર્થાત્ અનંતી ધર્મની દ્રવ્ય ક્રિયાઓ નિષ્ફળ ગઈ, ને “ભારતવ” અર્થાત્ શુદ્ધ આશય એટલે કે નિર્મળ ભાવ ન આવે, પરંતુ હજી પણ જ્યારે ભાવસ્તવ યાને નિર્મળ ભાવ આવશે. તે દ્રવ્યસ્તવથી જ અર્થાત પવિત્ર ધર્મકિયા-ધર્મ-આચારોથી. આવશે, પરંતુ નહિ કે હિંસાદિ પાપાચારેથી, યા નહિ કે વિષય—વિલાસેથી.” હરિભદ્રસૂરિજી મહારાજનું આ કથન શું સૂચવે છે? અનંતી દ્રવ્યક્રિયાઓ નકામી ગઈ માટે દ્રવ્ય-ક્રિયાને ગૌણ ન કરે. એને તે મુખ્ય જ ઉપદેશવાની રાખે. દ્રવ્ય કિયા યાને ધર્મના આચાર-અનુષ્ઠાનના ગુણ ગાઈને જ એના આધારે ભાવની નિર્મળતા યાને આશયની શુદ્ધિ કરવાનું ઉપદેશે, પરંતુ ધર્મ–કિયાને ધર્મના આચારને વખોડીને નહિ. ઉપાથાય યશોવિજયજી મહારાજ પણ અમૃતવેલીની સઝાયમાં આ જ કહે છે - ઉચિત વ્યવહાર અવલંબને, સ્થિર કરી મન: પરિણામ રે, ભાવીએ શુદ્ધ નય ભાવના, પાવનાશયતણું ધામ રે! અર્થાત્ (સાધુ કે શ્રાવકને) ઉચિત જેટલા આચાર– વ્યવહાર છે, તેનું પાલન કરતાં કરતાં તેના આલંબને મનના