________________ 153 સમજે? ધર્મક્રિયા તે ચાલુ રાખવાની, અને ભાવ રેખા કરવાના.” ત્યારે પેલે કહે “હજી મને લાગે છે કે મારું મન ચેખું નથી, મારા ભાવ મેલા છે, અને જે મેલા ભાવથી ધર્મ કરીએ તે ભવના ફેરા વધતા હોય, તે પછી ધર્મ કરીને ભવના ફેરા શું કામ વધારું? તેથી ધર્મ મૂકી દિધે.” ખરું જોવાનું આ, એમ તો ચોથે ગુણઠાણે રહેલા સમ્યગ્દષ્ટિ જીવને સમ્યક્ત્વ છે એટલે હૈયામાં વિષયે ભયંકર લાગે જ છે, પરંતુ સમકિતદષ્ટિ જીવને અવિરતિને ઉદય છે એટલે કે વિષયેની આસક્તિ છે, તેથી વિષા ગમે છે, ને ગમવાને અર્થ એ કે ઈદ્રિયને એ સારા લાગે છે. બીજી બાજુ દેવ-ગુરુ-ધર્મ ગમે છે તેથી દેવદર્શન-પૂજા સાધુ સેવા વગેરે ધર્મ કરે છે. તો આ ધર્મ થશે તે ઈદ્રિયને વિષય સારા લાગવાની સાથે થયે, એ ધર્મને કે કહે? ભવના ફેરા ઘટાડનારે કે ભવના ફેરા વધારનારે ? લજજાથી ભયથી સ્નેહથી ધર્મ કરનારમાં કદાચ સમ્યક્ત્વ ન પણ આવ્યું હોય, તે શું એને એ લજાથી કરાતો "ધમ ભવથી ઉગારનારે ? કે ભવમાં ડુબાડનારે ? ભૂલતા નહિ, અહીં આચાર્ય મહારાજ લજા વગેરેથી ધર્મ કરનારને અમાપ ફળ બતાવે છે, તે શું આ અમાપ ફળ, એટલે અમાપ ભવફેરા? “અમાપ ફળનો આ અર્થ હોય તો એ ધર્મના ગુણ ગાયા કહેવાય? ધર્મને મહિમા બતાવ્યા કહેવાય? કે આ ધર્મના અમાપ ફળમાં અમાપ ભવફેરા સાંભળીને શું તાજને ધર્મ તરફ પ્રેરાય? કે એવા ધર્મથી આઘા ભાગે?