________________ –આચાર્ય મહારાજને શું કહેવું છે? આ જ, કે ધર્મ તરફ સુસ્ત હે લોકે! તમે ધર્મ કરે, ધર્મ સાધના કરે, ધર્મના આચારપાળે, ધર્મની ક્યિા–ધર્મની પ્રવૃત્તિઓ કરે; સંસારની પાપ–પ્રવૃત્તિમાંથી બહાર નીકળી ધમ–પ્રવૃત્તિમાં આવે, રેજિંદા જીવનમાં યા પર્વદિવસે ય મેહ-માયાની પ્રવૃત્તિ ઓછી કરી ધર્મ પ્રવૃત્તિને જીવનમાં સ્થાન આપે, કારણ એ છે કે ધર્મ બહુ મહિમાવંતે છે. ધર્મને એટલે બધે મહિમા છે કે કદાચ ધર્મની સહજ રુચિથી ધર્મ નહિ, પરંતુ લજજાથી ય ધર્મ કરે, યા વડિલના ભયથી ધર્મ કરે, અથવા ચડસાચડસીથી કે કેઈની પ્રત્યેના સ્નેહથી ધર્મ કરે, તે પણ એને અમાપ ફળ મળે છે, આમ કહીને આચાર્ય મહારાજ એ સૂચવી રહ્યા છે કે કદાચ તમને હમણાં ને હમણાં ધર્મને રસ ન જાગતે હોય, પરંતુ તમારા ધમી કુટુંબ કે સમાજની વચ્ચે રહી ધર્મ ન કરે એની શરમ લાગતી હોય, તે ય એવી શરમથી પણ તમે ધર્મ કરી શક્તા હે, તે જરૂર એમ પણ ધર્મ કરે; તમને એ ધર્મનું અમાપ ફળ મળશે. - આચાર્ય મહારાજ કેમ આમ કહી રહ્યા છે? કારણ, જગતના પામર જી બિચારા પાપાચારે અને મેહમાયાના આચામાં સર્વેસર્વા ફૂખ્યા રહે છે, એટલે એ સરિયામ મલિન ભાવે, પાપ-કર્મો, અને પાપ-સંસ્કારો ઊભા કરી કરી પછીથી એના ફળરૂપે દુર્ગતિના ભવની પરંપરામાં રખડી મરે છે! ચેરાશી લાખ યેનિના ચકાવે ચડી જાય છે!