________________ 143 ધર્મ ટકામાં ધર્મસાધકોને ફાળે : સમજી રાખજે સંઘમાં પરાપૂર્વથી દાન–શલ-તપતીર્થયાત્રા-સાધર્મિક વાત્સલ્ય, જિનેન્દ્રભક્તિ–મહેત્સવ વગેરે ધર્મ–પ્રવૃત્તિઓ ચાલી આવી છે, અને આજે પણ ગામેગામ ચાલે છે, તેમાં જેમ મુનિઓના ઉપદેશને મોટો ફાળે છે, એમ આ ધર્મ સાધનારાઓને પણ મોટો ફાળો છે. એમાં ય જ્યાં ગામમાં મુનિઓનાં વ્યાખ્યાનેને એટલે લાભ નથી મળતું, ત્યાં પણ જે ધર્મ ટક છે એમાં તે ખાસ કરીને ધર્મ આચરનારાઓને જ મોટો ફાળો છે. એમનું જોઈ જોઈ બીજાએ ધર્મમાં પ્રેરાય છે, અને એમ ધર્મની પરંપરા ચાલે છે. ત્યાં શું એ ધર્મ આચર– નારાઓ બધા શુદ્ધ ધર્મ-રુચિથી ધર્મ કરનારા હતા? ના, કઈ લજાથી, કેઈ ભયથી, કેઈ કીતિ આદિના મેહથી પણ ધર્મ કરનારા ખરા. શુદ્ધ ધર્મચિથી ધર્મ કરવાવાળાની તે સંખ્યા નાની જ; બાકી મોટી સંખ્યા લજજા, ભય, નેહ, કીતિ વગેરે એક યા બીજા કારણે ધર્મ કરનારાની. જે એમના પર ચેકડી મારી ધર્મ કરવામાંથી એમને બહાર કાઢી નાખ્યા હોત, તે લજ્જા વગેરેથી ધર્મ કરતા રહીને જે આગળ પર એમનામાં સુધારે થઈ સહજ ધર્મરુચિથી ધર્મ કરવાનું બનતું ગયું અને એમ સંઘમાં ધર્મપરંપરા ટકી રહી, તે બનત? અર્થાત્ સંઘમાં ધર્મપરંપરા ટકી હોત? આ કહેવાને એ અર્થ નથી કે આ બધા શુદ્ધ પવિત્ર આશયે છે, એમ એ પણ કહેવું નથી કે “એવા અશુદ્ધ આશયે પણ ધર્મ કરાય તો પણ મોક્ષ મળી શકે,