________________ 8. કીતિ આદિથી ઘર્મ: વ્યવહારની પ્રધાનતા આચાર્ય પુણ્યનંદનસૂરિજી મહારાજ આગળ કહે છે, (10) કીર્તિ આદિથી ધર્મ કરે એનું અમાપ ફળ છે કતિ–માન-પ્રતિષ્ઠા–નામના આદિ મેળવવા ધર્મ કરે તે પણ એટલા એના તન-ધન પાપમાં ખચાતા અટકે છે, વિષય-વિલાસમાં અને જેના ઉપમર્દનરૂપ આરંભ-સમારં. ભમાં જતા અટકે છે. વળી એમ પણ ધમને સંબંધ રાખે છે, તેથી સાધુના સત્સંગમાં આવે છે, જે જિનવાણી સાંભળે છે એથી એના મનની શુદ્ધિ થતી આવે છે, ને એમ કરતાં કરતાં એક દિક્સ એ આવે છે કે એની કીતિ-પ્રતિષ્ઠા વગેરેની કામના મરી પરવારે છે. વળી એમ પણ કીર્તિના મેહથી દાન-ધર્મ કરવા જાય છે, એ જોઈને બીજા બાળ ને આલંબન મળે છે કે “ભાઈ ! આપણે પણ કાંક ધર્મ કરે. શેઠે આટલું મોટું દાન કર્યું, તે આપણે ફૂલ નહિ તે ફૂલની પાંખડી, કાંઈક પણ દાન કરે, સુકૃત કરે.” એમ સંધમાં આ કીતિની ઈચ્છાથી પણ દાન કરનારના દાન-ધર્મ જોઈને બીજાઓને દાન કરવાની પ્રેરણા મળે છે. પિલાએ પૈસાથી દાનના બદલે પાપપ્રવૃત્તિ કરી હતતે બીજા ને દાનની પ્રેરણા મળત? બોલે, સંઘમાં ધર્મને ટકાવ શું ધર્મ પ્રવૃત્તિઓ પર? કે શુદ્ધ ભાવ ઉપર?