________________ 140 કિયાને ધર્મ પછી, પહેલાં આપણા આશય આપણા ભાવ ચિખા કરે, ભાવ ચેકૂબા કર્યા વિના મેટી તપસ્યા ય કિરીએ, તે ય તે માત્ર લાંઘણ થાય ! ઊલટું “હું આ ધર્મ કરું છું” એમ માનવા જતાં મિથ્યાત્વ લાગે! ભવના ફેરા વધે ! માટે પહેલાં ભાવ ચોખા કરવા દે. શુદ્ધ ભાવ, ચોખા ભાવ વિનાની કિયાથી તે ભવભ્રમણ વધે.” આવી આવી ભ્રમણા જ ઊભી થાય ને? પણ એમ ભાવપ્રધાન– નિશ્ચયપ્રધાન દેશના આપનારને એ ખબર નથી લાગતી કે શાસ્ત્ર ગૃહસ્થને ધર્મપ્રધાન જીવન જીવવાનું કહ્યું છે કે ભાવપ્રધાન જીવન જીવવાનું ? ભાવ ચકખા થશે તે શું સંસારની પાપડ્યિાએથી ચકખા થશે? કે ધર્મની ક્રિયાઓથી ચેકુખા થશે ? અહીં શાસ્ત્રકાર કહે છે “લજજાથી ધર્મપ્રવૃત્તિ કરે, ભયથી ધર્મપ્રવૃત્તિ કરે અભિમાનથી, હઠથી ધર્મપ્રવૃત્તિ કરે, તે પણ એનું અમાપ ફળ છે.” ધર્મપરંપર ટકવામાં બેનને ફળો : જુઓ આજ સુધી જૈનસંઘમાં ધર્મ કર્યો છે એમાં શ્રાવિકાઓની ધમ–કિયા અને ધર્મ–આચારના પાલનને પણ મોટો ફાળો છે. શ્રાવિકા બેન દેરાસર જાય, ઉપાશ્રયે * જાય, અભક્ષ્ય–ત્યાગ કરે, રાત્રિભોજન ત્યાગ કરે, તિથિએ તપ કરે, વગેરે જોઈ જોઈ સંતાને પણ એ શીખ્યા, અને ધર્મ-પ્રવૃત્તિ કરવા લાગ્યા. સંતાનમાં છોકરીઓ સાસરે ગઈ ત્યાં એ ધર્મ–પ્રવૃત્તિ ચાલુ રાખી, એટલે એનાં સંતાન પણ એજ શીખ્યા. આમ ધર્મ–પરંપરા ચાલુ રહી.