________________ તરવાનું છે તે આત્મદ્રવ્યની ઓળખથી, આત્મદ્રવ્યના પર્યાયોના. ચિંતનથી, નવતત્ત્વના દ્રવ્ય-ભાવની ઓળખથી, “દ્રવ્ય આશ્રવ શું ? ભાવ આશ્રવ શું ? દ્રવ્ય સંવર કેને કહેવાય? ભાવ સંવર કોને કહેવાય?” ઈત્યાદિ તત્ત્વચિંતનથી કરવાનું છે. બાકી ભગવાનને પૂજાપાઠ, તપસ્યા, પ્રતિકમણ... વગેરે. જડની કિયાના મેહ શા? જડની ક્રિયાથી આત્માએ તરવાનું માનવું એ મિથ્યાત્વ છે.” કિંતુ આ જૈનેતર મતની સમજ બ્રમણા છે. આમ ભ્રમણામાં તણાઈ પિતે જિનભક્તિ—તપસ્યા–બ્રહ્મચર્ય વગેરે. ધર્મ–સાધના ન કરી શકવાને ખેદ જ નહિ રાખે, પછી શું કામ એને ઉદ્યમ કરે ? એકલા ભાવ પર ભાર આપનાર મિથ્યામતી : એમ, ધર્મક્રિયાના લગભગ દેવાળાવાળાને જે કહેવામાં આવે કે “જ્યાં સુધી હૈયાના ભાવ મેલા છે, અને એવા. મેલા ભાવથી દેવદર્શન, પૂજા, કે મેટાં દાન, અને મેટી. તપસ્યાઓ પણ કરે, તે તેનાથી કશો ઉદ્ધાર થાય નહિ, ઉલટું ભવના ફેરા વધે, ભગવાનની પૂજા કરતી વખતે ય નરક સુધીનાં પાપ બંધાય! કેમકે હૈયાના ભાવ બગડેલા છે,” તે. આવું સાંભળીને એ ધર્મપ્રવૃત્તિ વિનાને શ્રોતા શું લઈને જાય? પિોતે ધર્મ નહિ ક્યને પસ્તા લઈ જાય? કે તેવા ભાવ વિના ધર્મક્રિયા કરનારા ઉપર સૂગ કરવાનું લઈ જાય ? હવે એક તે પિતે ધર્મ કરતો નથી, અને એમાં આવું સાંભળવા મળે, પછી ભાવ વધે? કે ઉલટું ધર્મ ન કરી. શકવાને ખેદ પણ ઊડી જાય ? એને તે એમ જ થાય કે