________________ 136. તરત મેક્ષ ! શેઠે શ્રદ્ધાભેદ બુદ્ધિભેદ ન થાય એવું જ બોલવાનું રાખેલું, તેથી નોકરને પાડવાને બદલે વધારે ઊંચે જાય એવું પ્રેત્સાહન આપ્યું. એકાંત નિશ્ચયવાદી મતને અનર્થ : બુદ્ધિભેદકારી વચન એકાંત નિશ્ચયવાદી સોનગઢી મતના છે. કેમકે એ કહે છે “આત્માએ આંતરિક આત્મ-પુરુષાર્થથી જ ઊંચે આવવાનું છે, નિમિત્તો ને કિયાઓ કશું કરે નહિ. એ આત્માને ઊંચે લઈ આવે એમ માનવું એ મિથ્યાત્વ છે. સ્વયં આત્મ-વિચારણા કરે, તત્ત્વ વિચારે, ભેદજ્ઞાન કરે, તો જ આત્માનું ગુણસ્થાનક વધે, અને એમ કરતાં ચૌદમે ગુણસ્થાનકે ચઢી મેક્ષ પામે.” આ સાંભળનારને શું થાય ? ભુલાવામાં જ પડી જાય, મનને ખેદની જ બુદ્ધિ થાય કે હાય! ત્યારે આજસુધી કરેલી કિયાઓની મહેનત માથે પડી ! એનું કશું જ સારું ફળ નહિ, પરિણામ નહિ. તો મૂકે આ કિયાએ કરવાની મજુરી, એ શી જરૂરી છે?” ત્યારે ધર્મકિયા નહિ કરનારાને આજ સુધી ધર્મ નહિ આચરી શકાવાને ખેદ હતું તે હવે ખેદ નીકળી જવાને અને ઘી-કેળાં થવાનાં ! કેમકે હવે એને એમ થવાનું કે ચાલે આપણે ધર્મકિયા ન કરી શકવાને ખેદ કરવાની જરૂર નથી. કેમકે શરીરની કિયાથી આત્માને કશે લાભ નહિ. આત્માને તે આત્માની કિયાથી લાભ થાય તો આપણે આત્મ-દ્રવ્ય અને એના પર્યાનું ચિંતન કરશું. બાકી વેપાર ધંધા રુડાં ખાનપાન વગેરેથી ગભરાવાની જરૂર નથી; કેમકે એ બધી તે જડની ક્રિયા છે, જડની કિયાથી આત્મદ્રવ્યને કશી અસર નહિ, કશી લાભ હાનિ થાય નહિ.'