________________ કહ્યું કે “નમો અરિહંતાણં” મંત્રથી ઠંડી સહન કરી શકીએ છીએ.” એટલે એણે તે ત્યાં જ “નમે અરિહંતાણં'ની ધૂન લગાવી. ધૂન તે પાંચ-દસ મિનિટ નહિ, જંગલમાં ઢોર ચરતા રહ્યાં ત્યાં સુધી એ જ “નમો અરિહંતાણું, “નમે. અરિહંતાણું,” “નમે અરિહંતાણું.... ની ધૂન લગાવતા રહ્યો ! પાછો ફરતાં રસ્તામાં ય એ અક્ષરથી હોઠ ફફડાવતા. જ ચાલે છે ! અને ઘરે આવીને પણ એજ રટ્યા કરે છે ! ત્યાં શ્રાવક શેઠ અહંદૂદાસ એને પૂછે - “આ બોલ્યા કરે છે? એ કહે “શેઠ ! આ તો મને મહારાજે ઠંડી રેવાને મંતર આપ્યો છે - “નમે અરિહંતાણં તે રહું છું.' શેઠે પૂછ્યું તને વળી મંતર કેવી રીતે આપો? એના જવાબમાં નોકરે બધી હકીક્ત કહી, તે પરથી શ્રાવક શેઠ સમજી ગયા કે “આ કોઈ વિદ્યાધર મહામુનિ ગયા સૂર્યાસ્તથી આ સૂર્યોદય સુધી કાર્યોત્સર્ગ ધ્યાનની પ્રતિજ્ઞાવાળા હશે, તે સૂર્યોદય થતાં કાઉસગ્ગ પારવા “નમે અરિહંતાણં બલ્યા, ને આકાશમાં ઊડી ગયા! એમાં આ ગમાર નેકર એમ સમજ્યો કે મેં પૂછયું ને મહારાજે મને મંતરના અક્ષર આપ્યાખેર, શેઠે નોકરને શ્રદ્ધાભેદ ન કર્યો:“પરંતુ હવે આને જો એમ કહે કે “આ તે તને મંતર આપવા નથી બલ્યા, પરંતુ મહારાજે પિતાની કાઉસ્સગ