________________ 105 (1) લજાથી ઘર્મ કરે એને એનું અમાપ ફળ, ધર્મ લજજાથી આ રીતે કે હજી ધર્મની સ્વતઃ તમન્ના નથી થતી, પરંતુ કુળની કે વડિલની લજાથી ધર્મ કરાય છે. દા. ત. “આવા ઊંચા કુળમાં જન્મેલે હું રાત્રિભેજન ક, અભક્ષ્ય ખાઉં, તે મને શરમ લાગે, મારે લજવાવું પડે માટે રાત્રિભોજન–ત્યાગ અભક્ષ્ય-ત્યાગને ધર્મ પાળું - આમ લજજાથી ધર્મ કરે તે પણ એનું અમાપ ફળ છે. ક્ષુલ્લક મુનિએ માતા સાથ્વી, એમના ગુરુણી, પિતાના ઉપાધ્યાય અને આચાર્ય મહારાજના માત્ર દાક્ષિણ્યથી 12-12 વર્ષ ચારિત્રમાં ટકી જવાનું કહ્યું, તો અંતે એ સ્વતઃ ચારિત્ર-ચિમાં આવી ગયા. માને કે માણસને સત્ય-ધર્મની સ્વતઃ તમન્ના થતી નથી કે “ભલે ભૂખે મરવું પડે તે હા, પરંતુ જુઠ તે ન જ બેલું” આવી સત્યની સ્વતઃ રુચિ ન હોય. છતાં કુળ-લાજ પિતૃ–લાજ કે ગુરુ-લજજાથી અસત્ય ન બેલે, સત્ય ધર્મ જ પાળે, તે તે શું ખોટું છે? શું ખરાબ છે? ત્યાં જે એમ આગ્રહ રાખીએ કે “મેક્ષની ઈચ્છાથી ધર્મ કરે છે ? ના, તો તારો ધર્મ બેટ, ખરાબ, સંસારવર્ધક,” તે એ આગ્રહ કેટલો વ્યાજબી? આ આગ્રહ રાખવા જતાં તે મોક્ષના આશય વિના માત્ર લજજાથી સત્ય-ધર્મ પળાય એને ખોટો કહે પડે. જુઓ, કેટલીય કુલીન બાઈઓ સારા રૂપાળા ભરેલા શરીરવાળા યુવાનને જોઈ અંતરમાં કામરાગવાળી બનતી હશે, છતાં કુળની લજાથી શીલ પાળે છે, કુશીલના અધર્મમાં નથી પડતી. હવે અહીં એને મોક્ષને આશય ન