________________ 107 કરવાની.” હવે જો પત્ની પૂજા ન કરે તે પતિ વહે એમ.. ભય હોય, તેથી પતિના ઠપકાના ભયથી પત્ની પૂજા કરે એવું બને. આ ભયથી પત્નીવડે કરાતા પૂજા–ધર્મનું પણ ફળ એને અમાપ મળે, એમ અહીં આચાર્ય મહારાજ કહે છે. આના પર વિચારવા જેવું છે કે અહીં પત્ની પૂજા. કરવા જાય છે તેમાં પત્નીને આશય મેક્ષ મેળવવાને નથી. પણ પતિના ઠપકાથી બચવાને છે. તે એને એ પૂજા–ધર્મ, મેક્ષને આશય નહિ હોવાથી, ભવવર્ધક ખરે? ના, જ્યારે જ્ઞાની ભગવંત પણ ધર્મનું અમાપ ફળ કહે છે, એટલે એ. નિષ્ફળ–નકામે નહિ, તે પછી એ ધર્મને ભવવર્ધક કહેવાય. જ શી રીતે? પૂછે - પ્ર. - ભયથી કરાતા ધર્મમાં મેક્ષને આશય તે છે નહિ, પછી એ ધર્મ કેમ અમાપ ફળવાળો? ઉ૦ - અહીં જ્ઞાનીઓ જુએ છે કે વિષય-રસિયા જીવને વિષ, આરંભ–સમારંભ, અને પરિગ્રહ પર જ દષ્ટિ છે, ને ચોવીસે કલાક એની ધૂમ પ્રવૃત્તિ કરે છે, પણ ધર્મ તરફ દષ્ટિ જ નથી, એટલે ધમપ્રવૃત્તિનું દેવાળું છે. હજી પાડોશી સાથે નકામા ગામ–તડાકા ઠેકશે, પણ ભગવાનની પૂજા નહિ. કરે, કે એક નવકારવાળી પણ નહિ ગણે. પછી તે જેવી પ્રવૃત્તિ તેવા સંસ્કાર, એટલે વિષયો વગેરેની પ્રવૃત્તિથી એને જ સંસ્કાર પડવાના, પણ ધર્મના નહિ. ત્યારે જે ભયથી પણ પૂજા કરે. છે, માળા ગણે છે, પર્વ—તિથિએ છૂટા ન રહેતાં વડિલના. ભયથી બેસણાં જે પણ તપ કરે છે, તે તે એ ધર્મ–. પ્રવૃત્તિથી ધર્મના સંસ્કાર પડશે.