________________ 126 - સારા કુળમાં જન્મેલા તમને આ ન શોભે, પરંતુ તે લક્ષમાં - લેતા જ નથી.....” માતાને ટોણ : સિદ્ધર્ષિની હઠ : સાસુ વહુને કહે “તો પછી તારું નથી માનતે તો તું મને કહેતી કેમ નથી? ફિકર નહિ, આજે તું બારણું ઉઘાડવા ન જઈશ, હું જ સંભાળી લઈશ.” બસ, મેડી રાતના સિદ્ધષિ આબે, બારણું ઠોકે છે, માતા પૂછે “કોણ?,” એ કહે “હું સિદ્ધષિ.” માતા કહે - “રેજ આટલું બધું મેડું આવવાનું? જા આજે અહીં - બારણું નહિ ઊઘડે, જ્યાં બારણાં ઉઘાડા હોય ત્યાં જા.” સિદ્ધષિ હવે હઠે ચડ્યો, મનમાં ધારી લીધું,- “હવે માત્ર આજે જ નહિ, કદી આ ઘરમાં આવવું નથી તે ત્યાંથી એ નીકળી ગયે. નગરમાં ઊઘાડા બારણા ઉપાશ્રયમાં, તે - સાધુના ઉપાશ્રયે પહોંચી ગયો. ગુરુને પિતાની હકીક્ત કહી ત્યાં જ રહ્યો, અને હવે ચિંતનથી વિરાગી પાકે થઈ ગ છે. અહીં સવારે બાપ પત્નીને પૂછે “સિદ્ધષિ ક્યાં ?" એણે રાતના બનેલી બીના કહી ત્યારે બાપ એને ઠપકે આપે છે “આવી રીતે મેડી રાતે યુવાન દીકરાને જ્યાં બારણા ખુલ્લા હોય ત્યાં જા એ જવાબ દેવાતા હશે? એની ભૂલ હોય તે સવારે શિખામણ અપાય, પણ આમ કાઢી મૂકાય? - જાઓ, હવે શેાધ એ કયાં છે?”