________________ 124 સીતાજીને રાજાએ ઘણુંય પૂછયું હશે ! “તમે ગર્ભવતી લાગે છે, તમે કોના પત્ની? અહીં જંગલમાં શી રીતે આવી ચડ્યા? પરંતુ સીતાજીના મેમાથી પતિની હલકાઈ થાય એ એક હરફ નીકળતો નથી. એ તે એટલું જ કહે છે “અત્યારે મારું ભાગ્યે જ એવું છે જેથી જંગલમાં આવી - ચડી છું. તમે મને વધુ કાંઈ પૂછશે નહિ!” એક જ હિસાબ છે કે પતિનું ઘસાતું કેમ બોલાય કે “મને સતી તરીકે જાણવા છતાં વગર વાંકે લેકના ચડાવવાથી પતિ રામચંદ્રજીએ મને કાઢી મૂકી?” ના, આવું કાંઈ જ બોલવું નથી, તે ન જ બેલ્યા. પતિનું ઘસાતું ન બોલવાનું માત્ર આ રાજા આગળ જ નહિ, કિન્તુ પિતાને પેટે ત્યાં જન્મેલા બે જોડિયા બાળક લવ અને અંકુશ એ સમજદાર થયા ત્યારે પણ એમની આગળ પતિનું ઘસાતું નહિ કહેવાનું તે નહિ કહેવાનું. એટલે તે છોકરા મોટા થતા જાય છે છતાં એમની આગળ પણ પતિનું ઘસાતું બોલતા નથી ! લવણ-અંકુશ માગે આશીર્વાદ: સીતા પકે : એ તો એકવાર છોકરા જ્યારે બહારથી સાંભળી લાવી પૂછતા આવે છે કે “મા! મા ! તું તો અમને કાંઈ કહેતી નથી, પરંતુ અમે બહારથી જાણે લાવ્યા છીએ કે તને અમારા બાપુજીએ જંગલમાં ત્યજાવી મૂકેલી ! તે શું એ એમ સમજે છે કે આ સીતાજીને કઈ બેલી રખેવાળ નથી એટલે કાઢી મૂકી શકાય? મા! અમે રખેવાળ તૈયાર થઈ ગયા છીએ, તે હવે અમે એમને યુદ્ધ આપી સીતાજીને કેમ